400 છગ્ગાઃ આફ્રિદીના આ રેકોર્ડમાં છૂપાઇ છે એક રસપ્રદ કહાણી
આ ઓલરાઉન્ડર ખેલાડીએ શનિવારે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટી-20 મેચમાં આ સિદ્ધિ હાસલ કરી છે. આફ્રિદીએ આ મેચમાં46 રનોની ઇનિંગમાં બે છગ્ગા લગાવ્યા. વેસ્ટ ઇન્ડિઝના બોલર સુનીલ નારાયણની બોલિંગ પર લગાવવામાં આવેલો ઇનિંગનો બીજો છગ્ગો તેની કારકિર્દીનો 400મો છગ્ગો હતો.
આફ્રિદીએ ટેસ્ટ મેચોમાં 34, વનડેમાં 314 અને ટી-20માં 34 છગ્ગા ફટકાર્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા લગાવનારાઓમાં બીજા સ્થાને વેસ્ટ ઇન્ડિઝનો ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલ છે. ગેલના નામે 353 છગ્ગા છે.
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 352 છગ્ગા નોંધાવ્યા છે. સૌથી વધારે છગ્ગા લગાવનારાઓની યાદીમાં બ્રેન્ડન મેક્કુલમ(277) ચોથા અને સચિન તેંડુલકર(264) પાંચમા સ્થાને છે. આફ્રિદીના 400 છગ્ગા પાછળ એક રસપ્રદ કહાણી છે.
તેમે વનડે કારકિર્દીની શરૂઆત કેન્યા વિરુદ્ધ નૈરોબીમાં છગ્ગો ફટકારીને કરી હતી. વનડે ક્રિકેટમાં લગાવેલા 314 છગ્ગાઓમાંથી 10 વખત તો બોલ મળ્યો નથી, જ્યારે 45 વખત બોલ પેવેલિયનની બહાર જતો રહ્યો હતો. આફ્રિદી ટીમ ઇન્ડિયા વિરુદ્ધ 65 મેચોમાં 47 છગ્ગા લગાવી ચૂક્યો છે.