હરાવ્યા બાદ રોહિત અને કોહલીની સ્કોટલેન્ડ ટીમને સરપ્રાઈઝ!
ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. શુક્રવારે સ્કોટલેન્ડ સામેની ધમાકેદાર જીત ટીમ ઈન્ડિયાને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને લઈ ગઈ હતી.
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. શુક્રવારે સ્કોટલેન્ડ સામેની ધમાકેદાર જીત ટીમ ઈન્ડિયાને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને લઈ ગઈ હતી. મેચ એકતરફી રહી હતી, જ્યાં પ્રથમ ભારતીય બોલરોએ સ્કોટલેન્ડની ટીમને માત્ર 85 રનમાં ઓલઆઉટ કરી હતી. ત્યારબાદ બેટ્સમેનોએ 2 વિકેટના નુકસાને 6.3 ઓવરમાં જીતનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

5 નવેમ્બરે પોતાના જન્મદિવસ પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી રમવા આવ્યો અને ટીમે તેને શાનદાર જીતની ભેટ આપી. ટૂર્નામેન્ટમાં સતત ટોસ હાર્યા બાદ ટીમે અહીં પ્રથમ વખત જીત મેળવી હતી. ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રવિન્દ્ર જેડજા અને મોહમ્મદ શમીએ 3-3 વિકેટ લઈને સ્કોટલેન્ડને બેક ફૂટ પર ધકેલી દીધું હતું. સ્કોટલેન્ડની ટીમ 17.4 ઓવરમાં 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતીય ટીમને નેટ રન રેટ સુધારવા માટે 7.1 ઓવરમાં જીતનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો. રોહિત શર્મા અને કેએલ રાહુલે એવી તોફાની શરૂઆત કરી કે માત્ર 6.3 ઓવરમાં જ ટીમને આસાનીથી જીત સુધી પહોંચાડી દીધું. રાહુલે 18 બોલમાં અડધી સદી ફટકારી ત્યારે રોહિત 30 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે 8 વિકેટે જીત મેળવી હતી.
Huge respect to @imVkohli and co. for taking the time 🤜🤛 pic.twitter.com/kdFygnQcqj
— Cricket Scotland (@CricketScotland) November 5, 2021
સ્કોટલેન્ડ સામે રમાયેલી મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ અને વાઇસ કેપ્ટન રોહિત તેમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. આ ખરાબ હાર બાદ બંને ટીમને સારું લાગે તે માટે જ ત્યાં ગયા હતા. બંનેએ તમામ ખેલાડીઓ સાથે અલગ-અલગ સમય વિતાવ્યો હતો. જ્યારે વિરાટ અને રોહિત વાત કરી રહ્યા હતા ત્યારે તમામ ખેલાડીઓ શાંતિથી તેમની વાત સાંભળતા જોવા મળ્યા હતા. આ તસવીરો સ્કોટલેન્ડ ક્રિકેટના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે. તેમાં લખ્યું હતું કે વિરાટ અમે તમે સમય કાઢ્યો માટે તમારું ખૂબ જ સન્માન કરીએ છીએ.












Click it and Unblock the Notifications
