For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંડર-19 એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત, કેપ્ટન તરીકે આ ખેલાડીની પસંદગી!

અખિલ ભારતીય જુનિયર પસંદગી સમિતિએ 23 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનાર ACC U19 એશિયા કપ 2021 માટે 20 સભ્યોની ભારતીય અંડર-19 ટીમની પસંદગી કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : અખિલ ભારતીય જુનિયર પસંદગી સમિતિએ 23 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનાર ACC U19 એશિયા કપ 2021 માટે 20 સભ્યોની ભારતીય અંડર-19 ટીમની પસંદગી કરી છે. ટૂર્નામેન્ટ માટે યશ ઢુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 28 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોબર સુધી રમાયેલી 2021-22 વિનુ માંકડ ટ્રોફીમાં DDCA માટે ઢુલ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તે આ ઈવેન્ટમાં DDCA તરફથી રમ્યો હતો અને તેણે પાંચ મેચમાં 75.50ની એવરેજ અને 103.42ની સ્ટ્રાઈક રેટથી 302 રન બનાવ્યા હતા.

Under-19 Asia Cup

તેણે મોહાલીમાં છત્તીસગઢ સામે એક સદી અને અડધી સદી પણ ફટકારી હતી અને તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 129 રન હતો. તેણે નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી પોતાની સદી પુરી કરી હતી. ઢુલ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં પાંચમા ક્રમે હતો.

આ દરમિયાન પસંદગીકારોએ બેંગ્લુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં 11 થી 19 ડિસેમ્બર દરમિયાન આયોજિત તૈયારી શિબિર માટે 25 સભ્યોની ટીમની પણ જાહેરાત કરી છે. અંડર-19 ટીમના 20 સભ્યોની સાથે પાંચ ખેલાડીઓને તૈયારી કેમ્પ માટે સામેલ કરવામાં આવ્યા છે.

વિનુ માંકડ ટ્રોફીમાં નાગાલેન્ડ સામે હેટ્રિક લેનાર વાસુ વત્સની ટીમમાં પસંદગી કરવામાં આવી છે, જો કે તેની પસંદગી ફિટનેસ પર નિર્ભર છે. ICC મેન્સ U19 વર્લ્ડ કપ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2022માં વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાનો છે.

ચેમ્પિયનશિપ માટેની ટીમની જાહેરાત હજુ બાકી છે. 2020 માં પ્રિયમ ગર્ગ એન્ડ કંપની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે હારી ગયા બાદ ભારતે રનર્સ-અપ તરીકે સફર સમાપ્ત કરી હતી.

જ્યાં સુધી અંડર-19 એશિયા કપની વાત છે, ભારતે આઠમાંથી સાત વખત ટૂર્નામેન્ટ જીતી છે. 2019 માં આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું હતું.

ભારતની અંડર 19 એશિયા કપ ટીમ
હરનૂર સિંઘ પન્નુ, અંગક્રિશ રઘુવંશી, અંશ ગોસાઈ, એસકે રશીદ, યશ ઢુલ (કેપ્ટન), અન્નેશ્વર ગૌતમ, સિદ્ધાર્થ યાદવ, કૌશલ તાંબે, નિશાંત સિંધુ, દિનેશ બાના (WK), આરાધ્યા યાદવ (WK), રાજનગઢ બાવા, રાજવર્ધન હૈંગરગેકર, ગર્વ સાંગવાન, રવિ કુમાર, ઋષિથ રેડ્ડી, માનવ પારેખ, અમૃત રાજ ઉપાધ્યાય, વિકી ઓસ્તવાલ, વાસુ વત્સ (જો ફિટ હોય તો)

સ્ટેન્ડબાય ખેલાડીઓ : આયુષ સિંહ ઠાકુર, ઉદય સહારન, શાશ્વત ડંગવાલ, ધનુષ ગૌડા, પીએમ સિંહ રાઠોડ

English summary
Announcement of Indian team for Under-19 Asia Cup, selection of this player as Captain!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X