આ ગુજરાતી ખેલાડી સમેત 17 ખેલાડીઓને મળ્યા અર્જૂન એવોર્ડ

Posted By:
Subscribe to Oneindia News

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને અર્જૂન એવોર્ડ્ 2017ની જાહેરાત થઇ ગઇ છે. ક્રિકેટરમાં ગુજરાતી ખેલાડી ચેતેશ્વર પુજારા અને હરમનપ્રીત કૌરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પેરાઓલ્મપિક મરિયાપ્પન થંગાવેલુ, વરુણ ભાટી અને ગોલ્ફર એસએસપી ચૌરસિયા સમેત 17 ખેલાડીઓને આ વર્ષે અર્જૂન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વધુમાં પૂર્વ હોકી કપ્તાન સરદાર સિંહ અને પૈરાઓલમ્પિંક જેવલિન થ્રોઅર દેવેન્દ્ર ઝાઝારિયાને પણ સંયુક્ત રૂપથી રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

arjun award

ઉલ્લેખનીય છે કે આજે જ ચેતેશ્વર પૂજારાએ તેની 50મી ટેસ્ટ મેચ રમીને 4000 વધુ રન કરનાર ખેલાડીઓની ક્લબમાં પોતાનું નામ નોંધાયું છે. અને સાથે જ આજે આ યાદીમાં મારીયાપન થાંગવાલૂ અને વરુણ ભાટી જેવા પેરા એથલીટ ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે વાંચો નીચે સમગ્ર 17 ખેલાડીઓનું લિસ્ટ જેમને આ એવોર્ડ મળ્યો છે.

અર્જૂન એવોર્ડની યાદી

ચેતેશ્વર પુજારા- ક્રિકેટ

હરમનપ્રીત કૌર-ક્રિકેટ

વીજે સુરેખા - તીરદાંજી

ખુશબીર કૌર - એથલેટિક્સ

અરોકિન રાજીવ- એથલેટિક્સ

પ્રંશથી સિંહ - બાસ્કેટબોલ

એલ દેવેન્દ્ર સિંહ - બોક્સિંગ

ઓઇનમ બેબેમ્ દેવી- ફૂટબોલ

એસએસપી ચૌરસિયા - ગોલ્ફ

એસવી સુનિલ - હોકી

જસવીર સિંહ -કબડ્ડી

પી.એન પ્રકાશ -શૂટિંગ

અમાલરાજ -ટેબલ ટેનિસ

સાકેત માયનેની - ટેનિસ

સત્યાવાર્ટ કાદિયન - રેસલિંગ

મારીયાપન થાંગવાલૂ - પેરા એથલીટ

વરુણ ભાટી- પેરા એથલીટ

English summary
Cheteshwar Pujara, Harmanpreet among 17 other win Arjuna Award, Jhajhariya, Sardar Singh win Khel Ratna
Please Wait while comments are loading...