For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Asia Cup 2022 : પાકિસ્તાન સામે વિરાટ કોહલી રચશે ઈતિહાસ, વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરશે!

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમવા છતાં આગામી એશિયા કપ 2022માં એક મોટી ઉપલબ્ધ કરશે.

By Desk
|
Google Oneindia Gujarati News

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમવા છતાં આગામી એશિયા કપ 2022માં એક મોટી ઉપલબ્ધ કરશે. ભારતીય ટીમ રવિવારે પાકિસ્તાન સામેની મેચ સાથે ટૂર્નામેન્ટમાં તેના અભિયાનની શરૂઆત કરશે ત્યારે વિરાટ તેની કારકિર્દીમાં વધુ એક મોટી ઉપલબ્ધી મેળવશે. તે પાકિસ્તાન સામેની મેચ દરમિયાન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 100 મેચ પૂરા કરશે.

virat kohli

હાલના દિવસોમાં આઉટ ઓફ ફોર્મ રહેલો કોહલી હવે મેદાનમાં પરત ફરશે. ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેના પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો હતો. પૂર્વ કેપ્ટન કોહલી હવે એશિયા કપમાંથી ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે. 33 વર્ષીય કોહલી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 મેચ પૂરી કરનાર 14મો ક્રિકેટર બનશે. વિરાટે અત્યાર સુધી 99 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 50.12ની એવરેજથી 3308 રન બનાવ્યા છે. આમાં તેના નામે 30 અડધી સદી છે.

ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચોના મામલે ટોપ પર છે. રોહિતે અત્યાર સુધી 132 T20I મેચ રમી છે. તેના પછી પાકિસ્તાનના અનુભવી ઓલરાઉન્ડર શોએબ મલિકે 124 અને ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ અત્યાર સુધીમાં 121 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે.

English summary
Asia Cup 2022: Virat Kohli will create history against Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X