For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Asian Games 2018: અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે ભારતને પહેલો મેડલ અપાવ્યો

જાકાર્તામાં રમાઈ રહેલા એશિયન ગેમ્સમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ભારતને પહેલો મેડલ શૂટર અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે અપાવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જાકાર્તામાં રમાઈ રહેલા એશિયન ગેમ્સમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ભારતને પહેલો મેડલ શૂટર અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે અપાવ્યો છે. ભારતને શૂટિંગમાં ભારે આશા હતી. મિક્સ ડબલમાં મનુ ભાકર ક્વોલિફાઇ નહીં કરી શકી. ભારે નિરાશા વચ્ચે અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે જીતેલા મેડલ ભારતને રાહત અપાવી છે.

Asian Games 2018

28 વર્ષના રવિ કુમારે 2014 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જયારે 2018 કોમનવેલ્થ ગેમમાં તેમને વ્યક્તિગત રીતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જયારે અપૂર્વી ચંદેલા ઘ્વારા વર્ષ 2014 કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો હતો.

ક્વોલિફાઇ રાઉન્ડમાં કોરિયા પછી ભારતીય જોડી બીજા નંબરે રહી હતી. ક્વોલીફીકેશનમાં ભારતીય જોડીનો સ્કોર 835.3 રહ્યો હતો, જયારે કોરિયાઈ જોડીએ 836.7 પોઇન્ટ મેળવ્યા. આ વર્ષની શરૂઆતમાં અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે મેક્સિકોમાં આયોજિત આઇએસએસએફ વર્લ્ડકપમાં ટીમ રૂપે ભાગ લીધો હતો.

English summary
Asian Games 2018: Apurvi chandela and ravi kumar win bronze medal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X