લવલીના બોરગોહેનની મેચ જોવા માટે આજે આસામ વિધાનસભા થશે 20 મિનિટ માટે સ્થગિત, સીએમે દીપ પ્રગટાવીને કરી પ્રાર્થના

ભારતીય મુક્કેબાજ લવલીના બોરગોહેનનો આજે ટોક્યો ઓલિમ્પિકમાં બૉક્સિંગના સેમાફાઈનલમાં મહત્વનો મુકાબલો છે.

નવી દિલ્લીઃ ભારતીય મુક્કેબાજ લવલીના બોરગોહેનનો આજે ટોક્યો ઓલિમ્પિકમાં બૉક્સિંગના સેમાફાઈનલમાં મહત્વનો મુકાબલો છે. લવલીના આજે સેમીફાઈનલ મુકાબલામાં તુર્કીની બુસેનાઝ સામે રિંગમાં ઉતરશે. આજની મેચમાં જો લવલીના જીત મેળવે તો તે ગોલ્ડ કે સિલ્વર મેડલ જરૂર દેશ માટે લઈને આવશે. એટલુ જ નહિ જો તે હારી પણ જશે તો પણ કાંસ્ય પદક લઈને દેશમાં આવશે. લવલીના આસામની પહેલી ખેલાડી છે જેણે ઓલિમ્પિકમાં મેડલ પોતાના નામે કર્યો છે. આજના મુકાબલા પહેલા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુવાહાટીના નહેરુ સ્ટેડિયમમાં દીપ પ્રગટાવીને લવલીનાી સફળતા માટે પ્રાર્થના કરી.

assam

લવલીના બોરગોહેનનુ આખો દેશ સમર્થન કરી રહ્યો છે એટલુ જ નહિ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે લવલીના આજના મુકાબલામાં જબરદસ્ત પ્રદર્શન કરે અને દેશ માટે આ ઓલિમ્પિકનો પહેલા ગોલ્ડ લઈને આવે. લવલીનાનો સેમીફાઈનલ મુકાબલો આજે સવારે 11 વાગે રમવામાં આવશે. લવલીના મેચ દરમિયાન આસામ વિધાનસભાની કાર્યવાહીને 20 મિનિટ માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના મંત્રી પિજૂશ હજારિકાએ કહ્યુ કે આસામ વિધાનસભાની કાર્યવાહીને 20 મિનિટ માટે રોકવામાં આવશે અને બધા ધારાસભ્યો ગૃહમાં ભારતની લવલીના બોરગોહેન અને તુર્કીની પબુસેનાઝ સુરમેનિલી વચ્ચે સેમીફાઈનલ મુકાબલો જોશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X