AUS vs SA Semi Final : સાઉથ આફ્રિકાની નબળી શરૂઆત વચ્ચે વરસાદની એન્ટ્રી, વરસાદ બંધ નહીં થાય તો કોનું પલ્લુ ભારે
ભારતની વર્લ્ડ કપની ફાઈનલમાં એન્ટ્રી બાદ હવે બીજી જગ્યા માટે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં વરસાદ વિલન બન્યો છે.
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ નિર્ણય ટીમ માટે ઘાતક સાબિત થયો છે.

સાઉથ આફ્રિકાની ટીમે શરૂઆતમાં જ 4 વિકેટ ગુમાવી દીધી છે અને 14 ઓવરમાં માત્ર 44 રન બનાવી શકી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન બોલર હાવી જોવા મળી રહ્યા છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, જો આજે વરસાદ બંધ નહીં થાય તો રિઝર્વ ડેના દિવસે મેચ રમાશે. રિઝર્વ ડે પર મેચ અહીંથી જ ફરીથી શરૂથશે.












Click it and Unblock the Notifications
