For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવરાજના ફેન્સ માટે માઠા સમાચાર, ખોરંભે ચડી શકે છે બાયોપિક!

નિર્માતા કરણ જોહરે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની બાયોપિકમાંથી પીછેહઠ કરી છે. ચંદીગઢમાં જન્મેલા યુવરાજ દેશમાં અત્યાર સુધીના ઉત્તમ ઓલરાઉન્ડરમાંથી એક છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી. નિર્માતા કરણ જોહરે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની બાયોપિકમાંથી પીછેહઠ કરી છે. ચંદીગઢમાં જન્મેલા યુવરાજ દેશમાં અત્યાર સુધીના ઉત્તમ ઓલરાઉન્ડરમાંથી એક છે. 2000 માં આઈસીસી નોકઆઉટ ટ્રોફી દરમિયાન પદાર્પણ કર્યા બાદ યુવરાજે 2017 સુધી રમવાનું ચાલુ રાખ્યું, ત્યારબાદ તેણે ભારતીય રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું અને 2019 માં યુવરાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ વિશ્વભરમાં ટી20 લીગમાં રમવાનું નક્કી કર્યું. જ્યાં સુધી બાયોપિકની વાત છે તો કરણ ઝોહરની યોજના યુવરાજની મુખ્ય ભૂમિકા માટે સિદ્ધાંત ચતુર્વેદીને કાસ્ટ કરવાની હતી. ચતુર્વેદીએ રણવીર સિંહ સાથે 2019 માં ગલી બોયમાં કામ કર્યું હતું.

યુવરાજ આ એક્ટરને તેની બાયોપિકમાં જોવા માંગે છે

યુવરાજ આ એક્ટરને તેની બાયોપિકમાં જોવા માંગે છે

આ પછી ચતુર્વેદીએ વેબ સિરીઝ ઇનસાઇડ એજમાં કામ કર્યું, જ્યાં તેણે તેની ટીમ મુંબઇ મેવેરિક્સમાં પ્રશાંત કનોજિયા નામના ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવી હતી. જો કે યુવરાજ તેની બાયોપિકમાં રિતિક રોશન અને રણબીર કપૂર બંનેમાંથી કોઈને જોવા માંગે છે. યુવરાજનું જીવન ઘણું ઉતાર-ચઢાવ વાળુ રહ્યું છે. રમતની શરૂઆતથી લઈને કેન્સર સામેની લડાઈ સુધીની વાર્તા કોઈને પણ મોહિત કરી શકે છે. આથી કરણ બાયોપિક બનાવવા ઉત્સુક હતો. તેને યુવરાજ અને તેની ટીમ સાથે મીટીંગ કરી હતી અને રાઇટ્સ ખરીદવાની તૈયારીમાં હતો. બોલીવુડ હંગામાએ એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે, નિર્માતાઓ મુખ્ય ભૂમિકા માટે સિદ્ધાંત ચતુર્વેદીને લેવા માંગતા હતા, કેમ કે તેનો ચહેરો યુવરાજને મળતો આવે છે.

કરણ નવો ચહેરો લાવવા માંગતા હતા

કરણ નવો ચહેરો લાવવા માંગતા હતા

સૂત્રએ ઉમેર્યું કે, યુવરાજ સ્પષ્ટ હતો કે તેની વાર્તામાં ટોચના એ લિસ્ટ સ્ટાર હોવા જોઈએ. તેમણે બે નામ સૂચવ્યા હતા, હૃતિક રોશન અને રણબીર કપૂર. જો કે કરણને લાગ્યું કે વાર્તાને પ્રમાણમાં તાજા ચહેરાની જરૂર છે, જે વાર્તાનો એક ભાગ બને. તેમને એવું પણ લાગ્યું કે યુવરાજ પોતે રાષ્ટ્રીય ચિહ્ન છે અને તેની વાર્તા સ્ટાર-કાસ્ટને ધ્યાનમાં લીધા વગર સારી રીતે ચાલશે.

આ પહેલા પણ બાયોપિક બનાવાઈ છે

આ પહેલા પણ બાયોપિક બનાવાઈ છે

છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા ભારતીય ક્રિકેટરો પર બાયોપિક બનાવાઈ છે. તાજેતરમાં લવ રંજને જાહેરાત કરી હતી કે તે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી પર બાયોપિક બનાવશે. એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી 2016 માં મોટી હિટ સાબિત થઈ હતી.

યુવરાજની બાયોપિક સ્ક્રીન છવાઈ શકે છે

યુવરાજની બાયોપિક સ્ક્રીન છવાઈ શકે છે

તમને જણાવી દઈએ કે, જો યુવરાજ પર બાયોપિક બનાવવામાં આવે તો તે પડદા પર પ્રભુત્વ જમાવી શકે છે. યુવરાજની ફેન ફોલોઈંગ કોઈથી ઓછી નથી. ભારતને ટી-20 વર્લ્ડ કપ 2007 વિજેતા બનાવવામાં તેનો મહત્વનો ફાળો હતો. ત્યારબાદ પ્રેક્ષકો હજુ પણ ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 છગ્ગા યાદ કરે છે. આ પછી 2012 આઈસીસી વનડે વર્લ્ડ કપમાં પણ યુવરાજે મહત્વની ભૂમિકા ભજવી, જેના કારણે ટીમ બીજી વખત ચેમ્પિયન બની શકી. અહીં યુવરાજને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સમય દરમિયાન તે કેન્સરથી પીડિત હતો, પરંતુ આમ છતાં યુવરાજે અંત સુધી દેશ માટે રમવાનું નક્કી કર્યું.

English summary
Bad news for Yuvraj's fans, biopic may go awry!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X