ચાઇના ઓપન: દક્ષિણ કોરિયાઇ ખેલાડીને હરાવીને ફાઇનલમાં પહોંચી પીવી સિંધુ

Subscribe to Oneindia News

રિયો ઓલિમ્પિકમાં રજત પદક જીતીને દેશભરમાં સ્ટાર બનેલી પીવી સિંધુએ ચાઇના ઓપન સુપર સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પીવી સિંધુએ શનિવારે રમાયેલ સેમીફાઇનલમાં દક્ષિણ કોરિયાની જી હ્યૂન સંગને 11-21, 23-21, 21-19 થી હરાવીને ટુર્નામેંટના ફાઇનલમાં પોતાની જ્ગ્યા બનાવી લીધી છે. બંને ખેલાડીઓ વચ્ચે આ મેચ 1 કલાક અને 23 મિનિટ સુધી ચાલી હતી.

sindhu


પહેલી ગેમમાં સિંધુ દક્ષિણ કોરિયાઇ ખેલાડીથી 21-11 પોઇંટથી હારી ગઇ. ત્યારબાદ બીજી ગેમમાં સિંધુ 17-20 પોઇંટથી પાછળ હતી પરંતુ તેણે જોરદાર રમતનું પ્રદર્શન કરીને 22-20 પોઇંટથી બીજી ગેમ જીતી લીધી હતી. ત્રીજી ગેમમાં પણ બંને ખેલાડીઓ વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો. એક સમયે બંને ખેલાડીઓ 18-18 ની બરાબરી પર હતી. ત્યારબાદ સિંધુએ મેચ પર કાબુ મેળવીને 21-19 પોઇંટથી મેચ જીતી લીધી હતી.


ફાઇનલમાં સિંધુની ટક્કર ચીનની ખેલાડી સુન યૂ સાથે થશે. રવિવારે ફાઇનલ રમાશે. ચાઇના ઓપન અત્યાર સુધીમાં 25 માંથી 23 વાર ચીની ખેલાડીઓ જીત્યા છે. એવામાં ચીની ખેલાડીઓને એક રીતે મનોબળ મળશે.
આ પહેલા એક વાર ભારતની સાયના નહેવાલ જીતી ચૂકી છે પરંતુ આ વખતે તે પહેલા રાઉંડમાં જ બહાર થઇ ગઇ હતી. સાયનાના બહાર નીકળ્યા બાદ સિંધુએ ભારતની જીતની આશા જગાડી રાખી છે.

English summary
badminton player P.V Sindhu enters China Open final
Please Wait while comments are loading...