For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BCCI મહિલા ક્રિકેટરો માટે IPL જેવું આયોજન કરવા કામ કરી રહી છે!

ભારતીય મહિલાઓ માટે IPL શરૂ કરવાની માંગ હવે વેગ પકડી રહી છે કારણ કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં લીગ ક્રિકેટમાં મહિલા સ્પર્ધાઓએ લોકપ્રિયતા મેળવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય મહિલાઓ માટે IPL શરૂ કરવાની માંગ હવે વેગ પકડી રહી છે કારણ કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં લીગ ક્રિકેટમાં મહિલા સ્પર્ધાઓએ લોકપ્રિયતા મેળવી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં મહિલા બિગ બેશ લીગમાં આઠ ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો અને હરમનપ્રીત કૌરને 15 વિકેટ અને 399 રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવનારી તે પ્રથમ ભારતીય ખેલાડી પણ બની હતી.

BCCI

ધ હન્ડ્રેડમાં શફાલી વર્મા, કૌર, જેમિમા રોડ્રિગ્સ, સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. રોડ્રિગ્સ ટુર્નામેન્ટમાં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી સાબિત થઈ, તેણે સાત મેચમાં 41.50ની એવરેજ અને 150.90ના સ્ટ્રાઈક રેટથી 249 રન બનાવ્યા હતા. દીપ્તિએ આઠ મેચમાં 13.6ની એવરેજ, 5.26ની ઇકોનોમી અને 15.5ની સ્ટ્રાઇક રેટથી દસ વિકેટ લીધી હતી. એકંદરે ભારતીય ખેલાડીઓને સફળતા મળી, જેનાથી બીસીસીઆઈ સચિવ જય શાહ પણ પ્રભાવિત છે.

આ દરમિયાન જય શાહે કહ્યું કે હરમનપ્રીત અને સ્મૃતિ મંધાના જેવી ખેલાડીઓ મહિલા ટી20 લીગ કરાવવાના પક્ષમાં છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની મુલાકાતમાં BCCI સચિવે પુષ્ટિ કરી કે બોર્ડ નજીકના ભવિષ્યમાં મહિલા ખેલાડીઓ માટે IPL જેવી લીગનું આયોજન કરવાની દિશામાં કામ કરી રહ્યું છે.

શાહે કહ્યું કે, આપણે બધા મહિલા ક્રિકેટરો માટે પણ આઈપીએલ જેવી લીગ ઈચ્છીએ છીએ, પરંતુ માત્ર ત્રણ કે ચાર ટીમો સાથે સ્પર્ધા શરૂ કરવાની વાત નથી. અહીં ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જેમ કે યોગ્ય વિંડો હોય, આંતરરાષ્ટ્રીય સ્ટાર્સની ઉપલબ્ધતા હોય. અમે અમારા તમામ વિકલ્પો જોઈ રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ મહિલા ક્રિકેટરો માટે સમાન લીગનું આયોજન કરવા માટે કામ કરી રહ્યા છીએ.

જય શાહનું કહેવું છે કે આઈપીએલ જેવી લીગ થવાથી ભારતની સાથે વિદેશી મહિલા ક્રિકેટરોને પણ ફાયદો થશે. કારણ કે ભારતની મહિલાઓએ ધ હન્ડ્રેડ અને વિમેન્સ બિગ બેશ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે જે તેમને વધુ આત્મવિશ્વાસ મેળવવામાં મદદ કરશે.

English summary
BCCI is also working for women cricketers to organize like IPL!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X