Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઓસ્ટ્રેલિયન ઓપન: ભૂપતિ-પેત્રોવા ક્વાર્ટર ફાઇનલમાં

mahesh bhupathi
મેલબોર્ન, 22 જાન્યુઆરી: ભારતના મહેશ ભૂપતિ અને તેમની રુસી જોડીદાર નાદિયા પેત્રોવાએ વર્ષના પહેલા ગ્રેન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના મિશ્રિત યુગલ મુકાબલાના અંતિમ 8માં સ્થાન બનાવી લીધું છે.

ભૂપતિ અને પેત્રોવાની પાંચમાં ક્રમની જોડીને મંગળવારે રમાયેલા બીજા રાઉન્ડના મુકાબલામાં સ્લોવાકિયાની કેટરીના શ્રેબોતનિક અને સર્બિયાના નેનાદ જિમોનજિકને 3-6, 6-2, 10-5થી માત આપી.

ભૂપતિ અને પેત્રોવાનો ક્વાર્ટર ફાઇનલમાં લિએન્ડર પેસ અને એલેના વેસ્નીના તથા જર્મિલા ગાજદોસોવા અને મેથ્યૂ એબદેનની વચ્ચે થનારા મુકાબલાના વિજેતા સાથે થશે.

આ પહેલા ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના અમિરિકન જોડીદાર બોબ બ્રાયન વર્ષના પહેલા ગ્રેન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના મિશ્રિત યુગલ વર્ગના ત્રીજા રાઉન્ડમાં પહુંચી ગયા હતા. જ્યારે ભારતના મહેશ ભૂપતિ અને કેનેડાના ડેનિયલ નેસ્ટરની જોડી પુરુષ વર્ગમાંથી બહાર થઇ ગઇ હતી.

સાનિયા અને બ્રાયને સોમવારે રમાયેલા બીજા રાઉન્ડમાં અમેરિકાની અબિગેલ સ્પીયર્સ અને સ્કોટ લિપસ્કીની જોડીને 4-6, 6-1, 10-4થી માત આપી. આ ત્રીજા ક્રમની જોડી હવે પછીના મુકાબલામાં લૂસી હર્રાડેકા અને ફ્રાંટિસ્ક સેરમાકની જોડી સાથે ટકરાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X