For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિયલ ફાઇટર યુવરાજને જન્મદિવસની શુભેચ્છા

|
Google Oneindia Gujarati News

તાજેતરમાં જ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા યુવરાજ સિંહનો જન્મદિવસ છે. યુવરાજનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ ચંદીગઢમાં થયો હતો. યુવરાજે ટીમ ઇન્ડિયા તરફથી પોતાની પહેલી વનડે મેચ 3 ઓક્ટોબર 2000ના રોજ કેન્યા વિરુદ્ધ રમી હતી, ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામે 82 રનની ઇનિંગ રમીને તેણે પોતાની અદ્વિતિય પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં યુવરાજે ગ્લેન મેક્ગ્રા જેવા બોલર પર પુલ અને હુક શોટ રમ્યા હતા.

ભારતને 2007માં ટી20 વિશ્વકપ જીતવામાં યુવરાજે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત 28 વર્ષ પછી વનડે મેચમાં વિશ્વકપ જીતાડવામાં યુવરાજે મહત્વની ભૂમિકા અદા કરી હતી અને તે વિશ્વકપ 2011માં મેન ઓફ ધ ટૂર્માનેન્ટ બન્યો હતો. એક બેટ્સમેનના રૂપમાં તેના દમદાર શોટ્સ અને લેફ્ટ આર્મ સ્પિનર તરીકે તેની પ્રભાવશાળી બોલિંગે તેને ક્રિકેટમાં અલગ ઓળખ અપાવી છે.

સાથી ખેલાડીઓમાં યુવીના નામથી જાણીતા યુવરાજે કેન્સર જેવી જાનલેવા બીમારીની સારવાર પછી ક્રિકેટમાં સફળતાપૂર્વક પુનરાગમન કરતા ટી20 અને ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું. તે આજે ટીમ ઇન્ડિયાનો એક અભિન્ન અંગ છે.

અત્યારસુધી તે 274 વનડે મેચોમાં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. તેણે 37.62ની એવરેજથી 8051 રન બનાવ્યા છે. જેમાં 13 સદી અને 49 અડધી સદી છે. યુવરાજે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતા 109 વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં 40 મેચોમાં તેણે 3 સદી અને 14 અડધી સદીની મદદથી 1900 રન બનાવ્યા છે. ક્રિકેટના લાંબા ફોર્મેટમાં યુવરાજ ભલે નિષ્ફળ રહ્યો હોય પરંતુ તેની પ્રતિભા પર કોઇં શંકા નથી.

અભ્યાસ સત્રમાં દરમિયાન યુવરાજ સિંહ

અભ્યાસ સત્રમાં દરમિયાન યુવરાજ સિંહ

યુવરાજ મધ્યક્રમનો એક મજબૂત બેટ્સમેન છે જે ટીમમાં સ્થાયિત્વ આપે છે.

શાનદાર બેટ્સમેન

શાનદાર બેટ્સમેન

યુવરાજે વનડે ક્રિકેટમાં અત્યારસુધી 49 અડધી સદી અને 13 સદીઓ ફટકારી છે.

એક ખતનારક ખેલાડી

એક ખતનારક ખેલાડી

યુવરાજ વનડે અને ટી20નો ખતરનાક ખેલાડી છે. જે ટીમની જરૂરિયાત અનુસાર પોતાની રમતને બદલી શકે છે.

વિશ્વકપમાં લગાવ્યા 6 છગ્ગા

વિશ્વકપમાં લગાવ્યા 6 છગ્ગા

યુવરાજ સિંહે ટી20 વિશ્વકપ 2007માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા.

વિશ્વકપમાં બન્યો મેન ઓફ ધ ટૂર્નામેન્ટ

વિશ્વકપમાં બન્યો મેન ઓફ ધ ટૂર્નામેન્ટ

યુવરાજ સિંહ વિશ્વકપ 2011માં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો. તેણે ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

કેન્સરના સારવાર બાદ પુનરાગમન

કેન્સરના સારવાર બાદ પુનરાગમન

યુવરાજ એક જીવટ ખેલાડી છે,જેણે વિશ્વકપ બાદ કેન્સરથી પીડિત હોવા પર સારવાર બાદ ક્રિકેટમાં સફળ પુનરાગમન કર્યું.

સુકાનીની પસંદ

સુકાનીની પસંદ

પોતાના આક્રમક ખેલ અને મેચને બદલવાનું સામર્થ્ય ધરાવવાના કારણે તે ટીમની રણનીતિમાં ખાસ ભૂમિકા નિભાવે છે.

ટીમ મેન યુવરાજ

ટીમ મેન યુવરાજ

યુવરાજ સિંહ પોતાના મજાકિયા સ્વભાવના કારણે ડ્રેસિંગ રૂમમાં ખાસો લોકપ્રિય છે.

આક્રમક ખેલાડી

આક્રમક ખેલાડી

યુવરાજ આક્રમક બેટિંગ ઉપરાંત બોલિંગ પણ કરે છે.

યુવરાજ એક મિત્ર તરીકે

યુવરાજ એક મિત્ર તરીકે

યુવરાજ સિંહ ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરનો સારો મિત્ર છે.

English summary
Today is the birthday of cricketer Yuvraj Singh. He was the 'Man of the tournament' in world cup 2011.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X