For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય ટીમ સાથે જોવા મળી શકે છે સચિન, ગાંગુલીએ આ મોટું નિવેદન આપ્યુ!

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર સચિન તેંડુલકર વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ નિવેદન આપતાં સંકેત આપ્યો છે કે સચિન ભારતીય ક્રિકેટ સાથે મળીને પણ કામ કરી શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર સચિન તેંડુલકર વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ નિવેદન આપતાં સંકેત આપ્યો છે કે સચિન ભારતીય ક્રિકેટ સાથે મળીને પણ કામ કરી શકે છે. ગાંગુલીએ પૂર્વ ભારતીય ક્રિકેટરોને સેટ-અપમાં લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડ અને VVS લક્ષ્મણ NCA ચીફ તરીકે જોડાયા છે, જ્યારે તેંડુલકરની ભૂમિકા હજુ બાકી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીના સૌથી વધુ રન બનાવનાર સચિને તેના રમતના દિવસો દરમિયાન શાનદાર કામ કર્યું હતું.

Sachin

જો કે તેંડુલકર અન્ય નિવૃત્ત ક્રિકેટરોની જેમ સક્રિય કોમેન્ટેટર કે કોચ બન્યો ન હતો. તેને તેની ભૂતપૂર્વ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સના માર્ગદર્શક તરીકે સેવા આપી હતી. બોરિયા મજુમદારના શો 'બેકસ્ટેજ વિથ બોરિયા'માં ગાંગુલીએ કહ્યું કે, સચિન દેખીતી રીતે જ થોડો અલગ છે. તે આ બધામાં સામેલ થવા માંગતો નથી. પરંતુ મને ખાતરી છે કે કોઈને કોઈ સ્વરૂપે ભારતીય ક્રિકેટમાં સચિનનો સમાવેશ થશે. આનાથી સારા સમાચાર કોઈ હોઈ શકે નહીં. સ્પષ્ટપણે કોઈક પ્રકારનું કામ કરવાની જરૂર છે. કારણ કે ચારે બાજુ ખૂબ સંઘર્ષ છે.

ગાંગુલીએ કહ્યું કે, સાચું કે ખોટું તમે ગમે તે કરો, વિવાદો ઉભા થાય છે. તે મને થોડું અવાસ્તવિક લાગે છે. તેથી તમારે શ્રેષ્ઠ પ્રતિભાને રમતમાં લાવવાનો શ્રેષ્ઠ માર્ગ જોવો પડશે. એટલે સચિનને પણ ભારતીય ક્રિકેટમાં જોડવાનો માર્ગ શોધવો પડશે. ગાંગુલીને પણ દ્રવિડ અને લક્ષ્મણને બોર્ડમાં લાવવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ તે ભૂમિકાઓ માટે તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓને સમજાવવામાં સફળ રહ્યો. દ્રવિડ જેણે અગાઉ ભારતની અંડર-19 અને A ટીમો માટે કામ કર્યું હતું, તેને ઓક્ટોબરમાં પ્રથમ મુખ્ય કોચ તરીકે કામ આપવામાં આવ્યું હતું. બીજી તરફ લક્ષ્મણ 13 ડિસેમ્બરે NCAમાં જોડાયો હતો. સક્રિય કોમેન્ટેટર હોવા ઉપરાંત તેણે અગાઉ IPL ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદ માર્ગદર્શક તરીકે સેવા આપી હતી.

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટમાં સચિન તેંડુલકરના યોગદાનને જોતા બીસીસીઆઈ તેને મોટી જવાબદારી આપી શકે છે. સચિને પોતાની બેટિંગથી ભારતીય ક્રિકટની દશા-દિશા બદલી નાંખી હતી. ત્યારે હવે તેનાથી અપેક્ષા રખાય કે વધારે પડતું નથી.

English summary
Can be seen with the Indian team Sachin, Ganguly made this big statement!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X