For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીએ કરી ગાંગુલીના રેકોર્ડની બરાબરી

|
Google Oneindia Gujarati News

ms-dhoni-smile
ચેન્નાઇ, 26 ફેબ્રુઆરીઃ મહેન્દ્ર સિંહ ધોની ભારતના સૌથી સફલ સુકાનીની યાદીમાં સામેલ થઇ ગયા છે. ભારતે આજે અહીં ઓસ્ટ્રેલિયાને પહેલી ટેસ્ટ મેચમાં આઠ વિકેટથી પરાજય આપતાની સાથે જ ધોનીના નેતૃત્વ હેઠળ ભારતની આ 21મી જીત છે. આ રીતે ધોનીએ સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ધોનીની આગેવાનીમાં ભારતે અત્યાર સુધી 44 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 21માં તેને જીત, 12માં હાર અને 11 મેચ ડ્રોમાં પરિણામી છે.

આ પહેલાં ગાંગુલી ભારતના સૌથી સફળ સુકાની હતી. તેના નેતૃત્વમાં ટીમે 49 ટેસ્ટ મેચોમાં 21માં જીત મેળવી હતી જ્યારે 13માં પરાજય થયો હતો.

મોહમ્મદ અઝહરુદ્દીન ભારતના ત્રીજા સૌથી સફળ સુકાની છે. અઝહરના નેતૃત્વમાં ભારતે 47 મેચો રમી છે, જેમાંથી 14માં તેને જીત હાંસલ કરી છે અને એટલી જ મેચોમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. સુનીલ ગાવસ્કર, મંસૂર અલી ખાં પટૌડીના નેતૃત્વમાં ટીમે નવ-નવ, રાહુલ દ્રવિડના નેતૃત્વમાં આઠ, બિશન સિંહ બેદીના નેતૃત્વમાં છ, જ્યારે અજીત વાડેકર, કપિલ દેવ અને સચિન તેંડુલકરના નેતૃત્વમાં ચાર-ચાર મેચમાં જીત હાંસલ કરી છે.

ધોનીનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલું જમીન પર સુકાની રેકોર્ડ શત-પ્રતિશત છે. તેમણે આ ટીમની વિરુદ્ધ પાંચ મેચોમાં ટીમની કમાન સંભાળી અને આ તમામ મેચોમાં ભારતે વિજય નોંધાવ્યો છે. તેનાથી વિપરીત ઓસ્ટ્રેલિયાની જમીન પર તેનો રેકોર્ડ શૂન્ય છે. ધોનીએ ત્યાં જે ત્રણ મેચોમાં નેતૃત્વ કર્યું તેમાં ભારતને પરાજય મળ્યો છે. ઓસ્ટ્રેલિયા નવેમ્બર 2004થી ભારતે કોઇ મેચમાં જીત મેળવી નથી. ઓસ્ટ્રેલિયાએ ભારતીય જમીન પર આઠ મેચો રમી છે જેમાં છમાં ભારતનો વિજય થયો છે જ્યારે બે મેચ ડ્રો રહી છે.

English summary
India captain MS Dhoni has equalled former skipper Sourav Ganguly's Test record for most wins.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X