For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેમ્પિયન્સ ટ્રોફી: ભારતે પાકને હરાવી સર્જી જીતની હેટ્રીક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બર્મિધમ: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શનિવારે બર્મિઘમના એઝબેસ્ટનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વરસાદના કારણે ધોવાઇ ગયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને આઠ વિકેટ હરાવી જીત મેળવી લીધી છે.

પાકિસ્તાનના 168 રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતે ફરી એકવાર ધવન અને રોહિત શર્મા (18) ઓપનિંગ જોડીએ 58 રન બનાવીને સારી શરૂઆત કરી હતી. ગત બે મેચોમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ સદીની ભાગીદારી કરનાર બંને બેસ્ટમેનોએ 10 ઓવરમાં એકપણ વિકેટના નુકસાન પર 57 રન પર પહોંચાડી દિધો છે.

shikhar-dhawan

રોહિત શર્માએ સારી શરૂઆત કરતાં મોહંમદ ઇરફાનની બોલીંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા જ્યારે ધવને જુનૈદ ખાનની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન 8.1 ઓવરમાં ટીમનો સ્કોર 47 રનનો હતો ત્યાર વરસાદ વરસ્યો જ્યારે ફરીથી રમત શરૂ થઇ તો ભારતને 36 ઓવરમાં 157 રનનો ટાર્ગેટ મળ્યો. ત્યારબાદ રોહિત શર્મા અજમદના બોલ પર કેચ આઉટ થઇ ગયો. ત્યારબાદ તેમને 32 બોલમાં 18 રન બનાવ્યા.

ત્યારબાદ ફરી વરસાદ વિધ્ન બન્યો ત્યારે ભારતનો સ્કોર 11.3 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 63 રન હતા. ત્યારબાદ ટાર્ગેટને 22 ઓવરમાં 102 રનનો કરી દિધો હતો. રમત ફરીથી શરૂ થઇ ત્યારે ભારતે 10.3 ઓવરમાં 39 રન બનાવવાના હતા.

ગત બે મેચોમાં શતક ફટકારનાર ધવને રિયાજની ઓવરમાં બે ચોગ્ગા ફટકારી ભારતને લક્ષ્યની નજીક પહોંચાડી દિધો પરંતુ આ જ ઓવરમાં ધવન શિખર કેચ આઉટ થઇ ગયો હતો. ધવને 41 બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી (27 બોલમાં અણનમ 22 રન) અને દિનેશ કાર્તિક (અણનમ 11 રન) જોકે ટીમે સરળતાથી લક્ષ્ય સુધી પહોંચી ગઇ હતી.

English summary
India overcame rain threat to ease to an 8-wicket victory via the Duckworth/Lewis method over Pakistan in the final Group B game of the Champions Trophy here at Edgbaston on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X