સેહવાગની આંધીના અંતના એઘાણઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં 'No entry'

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ઇંગ્લેન્ડમાં 6 જૂનથી 23 જૂન સુધી રમાવાની છે. 30 સંભવિત ખેલાડીઓમાં ઉન્મુક્ત ચંદ, પરવેજ રસુલનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આ બન્ને ઉપરાંત સંભવિત ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. ટૂર્નામેન્ટ શરૂ કરતા પહેલા સંભવિત 30માંથી 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.
સંભવિત ટીમ આ પ્રકારે છેઃ
મુરલી વિજય, શિખર ઘવન, ગૌતમ ગંભીર, ઉન્મુક્ત ચંદ, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રોહિત શર્મા, મનોજ તિવારી, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, કેદાર જાધવ, એમ એસ ધોની, રિદ્ધિમાન સાહા, દિનેશ કાર્તિક, આર અશ્વિન, અમિત મિશ્રા, રવિન્દ્ર જાડેજા, જલજ સક્સેના, પરવેજ રસૂલ, ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર, અશોક ડિંડા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, ઇરફાન પઠાણ, વિનય કુમાર, પ્રવિણ કુમાર, આઇસી પાન્ડે, સિદ્ધાર્થ કૌલ.












Click it and Unblock the Notifications
