હોંગ-કોંગ ઓપન ફાઇનલ: તાઇવાનની તાઇ જૂ યીંગથી હારી સિંધુ

Subscribe to Oneindia News

ભારતની શટલર સિલ્વર ક્વીન પીવી સિંધુ હોંગ-કોંગ ઓપન સીરિઝની ફાઇનલમાં તાઇવાનની તાઇ જૂ યીંગથી હારી ગઇ છે. યીંગે તેને 21-15, 21-17 થી હરાવી દીધી છે. આ મુકાબલો 46 મિનિટ સુધી ચાલ્યો હતો.

sindhu

રિયો ઓલિમ્પિકમાં ભારતને રજત પદક અપાવનારી સિંધુએ હોંગ-કોંગ કોલોજિયમમાં થયેલ સેમીફાઇનલ મુકાબલામાં સ્થાનિક ખેલાડી ચેયુંગ નગાન યી ને 21-14, 21-16 થી હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી. નગાને ભારતની જ સ્ટાર ખેલાડી સાઇના નહેવાલને હરાવીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ પહેલા શનિવારે પુરુષ વર્ગના સ્ટાર વર્માએ આ ટુર્નામેંટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.

English summary
Chinese Taipei’s Tai Tzu defeats PV Sindhu 21-15, 21-17 to lift Hong Kong Open Super Series Women’s Singles Title.
Please Wait while comments are loading...