For Quick Alerts
For Daily Alerts
મયપ્પનને ક્લીન ચીટ; શ્રીનિવાસન ફરી બીસીસીઆઇ ચીફ બનશે?
કોલકત્તા, 29 જુલાઇ : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની બે સભ્યોની તપાસ સમિતીએ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં ચેન્નાઇ સુપર કિંગ્સને ક્લીન ચીટ આપી દીધી છે. આ તપાસ સમિતીને એન શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પનની વિરુદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. આ મહત્વના ઘટનાક્રમથી માનવામાં આવે છે કે શ્રીનિવાસન 2 ઑગસ્ટ સુધીમાં ફરી બીસીસીઆઇના પ્રમુખ બની શકે છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ અને મયપ્પનને ક્લિન ચીટ આપ્યા બાદ શ્રીનિવાસનને ફરીથી બીસીસીઆઇના અધ્યક્ષ બનાવી દેવામાં આવે અને તેઓ પોતાનું કામકાજ સંભાળે તેવી શક્યતા પ્રબળ બની છે. આગામી 2 ઑગસ્ટના રોજ બોર્ડની વર્કિંગ કમિટીની અને આઇસીસીઆઇની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દિલ્હીમાં યોજાવાની છે. આ બેઠકમાં આઇપીએલ સ્પોટ ફિક્સિંગના મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ દમરિયાન બીસીસીઆઇના ઉપાધ્યક્ષ નિરંજન શાહે જણાવ્યું કે તપાસ પેનલ દ્વારા આઇપીએલ સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજી કાંડમાં શ્રીનિવાસનની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સની વિરુદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. જેના કારણે એન શ્રીનિવાસન બીસીસીઆઇના પ્રમુખ પદે પાછા ફરી શકે છે. તેઓ બીજી ઓગસ્ટે યોજાનારી આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી શકે છે.