શ્રીસંતના રૂમમાંથી કોન્ડોમ, પોર્નોગ્રાફિક ફોટાઓ મળ્યા

sreesanth
નવી દિલ્‍હી, 19 મે : આઈપીએલમાં સ્‍પોટ ફિક્‍સિંગને લઈને ઉંડી તપાસ ચાલી રહી છે. આના ભાગરૂપે વધુ ચોંકાવનારી વિગતો હવે સપાટી પર આવી છે. સ્‍પોટ ફિક્‍સિંગના મામલામાં દિલ્‍હી પોલીસ બાદ હવે મુંબઈ પોલીસ પણ શ્રીસંત પર કેસ દાખલ કરી કસ્‍ટડીમાં લેવાની તૈયારીમાં છે.
શુક્રવારના દિવસે અહીં એક ફાઈવસ્‍ટાર હોટલના બે રૂમમાં રેડ કરવામાં આવ્‍યા બાદ આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ રૂમ શ્રીસંત અને જીજુ જનાર્દનના નામ પર બુક કરવામાં આવ્‍યા હતા. આ રૂમમાંથી લેપટોપ, આઈપેડ, મોબાઈલ ફોન, 72,000ની રોકડ રકમ મળી આવી હતી.

સુત્રોના જણાવ્‍યા મુજબ શ્રીસંતના રૂમમાંથી કોન્‍ડમ અને લેપટોપમાં ધણી મોડલના ફોટાઓ પણ મળી આવ્‍યા હતા. જે ખૂબ જ અશ્‍લીલ હોવાનું જાણવા મળ્‍યુ છે. આમાં એક પૂર્વ મિસ ઈન્‍ડીયા પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. આશરે એક ડઝન યુવતીઓના નંબર પણ મળી આવ્‍યા છે. હોટલમાંથી એક ડાયરી પણ મળી આવી છે. જેમાં અંગ્રેજીમાં તેમજ મલયાલમમાં કંઇક લખેલુ છે. આ ડાયરીમાં શું છે તેનો રાઝ હવે ખુલશે.

મુંબઈ ક્રાઈમબ્રાંચના વડા હિમાંશુ રોયના જણાવ્‍યા મુજબ બે રૂમથી લેપટોપ, આઈપેડ, મોબાઈલ ફોન ઉપરાંત 72,000ની રોકડ રકમ કબ્‍જે લેવામાં આવી હતી. અન્‍ય બીજી એવી વસ્‍તુ પણ મળી જે ખૂબ વાંધાજનક છે. જેમાં મોટી સંખ્‍યામાં કોન્‍ડમનો સમાવેશ થાય છે. વરિષ્ઠ ઈન્‍સપેક્‍ટર નંદકુમાર ગોપાલે કહ્યું છે કે, એક ડાયરી પણ મળી આવી છે. આમાં કયા રાઝ છે તે અંગે હવે જાણવા મળશે. સીસીટીવીથી પણ ધણાં ખુલાસાઓ થઈ શકે તેમ છે.

શ્રીસંતના રૂમથી શું મળ્‍યું

1. લેપટોપ, આઈપેડ
2. ધણાં બધા મોબાઈલ
3. 72000ની રોકડ રકમ
4. શ્રેણીબદ્ધ કોન્‍ડોમ
5. લેપટોપમાં ધણી મોડલ્‍સના ફોટાઓ
6. આશરે એક ડઝન યુવતીઓના નંબર
7. હોટલ રૂમમાંથી એક ડાયરી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X