For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટમાં નોંધાયેલા એવા રેકોર્ડ જે આજ સુધી છે અતૂટ

|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હોય કે પછી ફ્રસ્ટ ક્લાસ ક્રિકેટ હોય, આપણને દરરોજ એવા સમાચાર મળતા રહે છે કે ફલાણા ખેલાડીએ ફલાણો રેકોર્ડ કર્યો અથવા તો ટીમે નવો રેકોર્ડ સ્થાપ્યો કે પછી જૂનો રેકોર્ડ તૂટ્યો અને નવો રેકોર્ડ બન્યો. જો કે, ક્રિકેટ વિશ્વ અંગે વાત કરવામાં આવે તો વર્ષોથી ચાલી આવતી આ રમતમાં અનેક એવા રેકોર્ડ છે કે એક વાર બની ગયા પછી તે અત્યારસુધી તૂટી શક્યા નથી અને સંભવતઃ આગામી સમયમાં તૂટે તેવી કોઇ સંભાવના નથી.

જેમાં મુરલીધરન દ્વારા બનાવવામાં આવેલો સર્વાધિક વિકેટનો રેકોર્ડ અને સચિન તેંડુલકર દ્વારા બનાવવામાં આવેલો સર્વાધિક રન અને સદીનો રેકોર્ડ ભવિષ્યના સમયમાં તૂટી શકે તેમ નથી. આવા જ ઘણા બધા રેકોર્ડ ક્રિકેટ વિશ્વમાં નોંધાયા છે, જે ક્યારેય તૂટી શકે તેમ નથી. અમે અહીં એવા જ કેટલાક રેકોર્ડ્સનો સંગ્રહ લઇને આવ્યા છીએ, તો ચાલો તસવીરો થકી નજર ફેરવીએ આ રેકોર્ડ્સ પર.

મેચમાં સૌથી વધુ વિકેટ

મેચમાં સૌથી વધુ વિકેટ

આપણે ફ્રસ્ટ ક્લાસ ક્રિકેટમાં 17 વિકેટ લેવામાં આવી હોય તે અંગે સાંભળ્યુ હશે પરંતુ ક્યારેય 18 વિકેટથી વધુ વિકેટ લેવામાં આવી હોવા અંગે આપણને સાંભળવા મળ્યું નહીં હોય, પરંતુ આ કારનામો ક્રિકેટ વિશ્વમાં એકવાર થયેલો છે. જીમ લેકર નામના બોલરે શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા ટેસ્ટ ક્રિકેટમાં 19 વિકેટ લીધી હતી. આ મેચ 1956માં ઓસ્ટ્રેલિયા સામે માન્ચેસ્ટરમાં રમાઇ હતી જેમાં તેમણે પ્રથમ ઇનિંગમાં 37માં 9 અને 53માં 10 વિકેટ લીધી હતી. ત્યારબાદ અત્યારસુધી એક પર બોલર આ કારનામો કરી શક્યો નથી.

સચિન તેંડુલકરનો સર્વાધિક રન અને સદીનો રેકોર્ડ

સચિન તેંડુલકરનો સર્વાધિક રન અને સદીનો રેકોર્ડ

બેટિંગ રેકોર્ડની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકરની તોલે કોઇ આવે શકે નહીં. સચિન તેંડુલકરના રન અને સદીના રેકોર્ડની વાત કરવામાં આવે તો તેણે ટેસ્ટ ક્રિકેટમાં 15,837 રન અને 51 સદી 198 મેચમાં નોંધાવી છે, જ્યારે વનડેમાં 463 મેચમાં તેણે 18,426 રન અને 49 સદી નોંધાવી છે અને હાલના સમયમાં સચિનની આસપાસ એકપણ ખેલાડી નથી, તેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સચિનનો આ સર્વાધિક રન અને સદીનો રેકોર્ડ સંભવતઃ તોડવો મુશ્કેલ છે.

મુરલીધરનનો સર્વાધિક વિકેટનો રેકોર્ડ

મુરલીધરનનો સર્વાધિક વિકેટનો રેકોર્ડ

જે રીતે રનના રેકોર્ડની વાત કરવામાં આવી તેવી જ રીતે વિકેટની વાત કરવામાં આવે તો વિશ્વ ક્રિકેટમાં સર્વાધિક વિકેટ મેળવવાનો રેકોર્ડ શ્રીલંકાના ખેલાડી મુથૈયા મુરલીધરનના નામે છે, તેણે ટેસ્ટ ક્રિકેટમાં 800 અને વનડેમાં 534 જેટલી વિકેટ મેળવી છે.

સૌથી મોટો વિજય

સૌથી મોટો વિજય

મોટાભાગે ફ્રસ્ટ ક્લાસ ક્રિકેટ ઇતિહાસમાં ગેમ અકતરફી જોવા મળે છે. 1964માં પાકિસ્તાન રેલવે અને ડેરા ઇસ્લામ ખાન વચ્ચે એક ગેમ રમાઇ હતી. જેમાં પાકિસ્તાન રેલવેએ 910નો ટાર્ગેટ મુક્યો હતો. જેના જવાબમાં ડેરા ઇસ્માઇલ પહેલી ઇનિંગમાં 32 અને બીજી ઇનિંગમા માત્ર 27 રનમાં જ પેવેલિયન ભેગું થઇ ગયું હતું અને આ મેચમાં પાકિસ્તાન રેલવે 851 રને વિજયી થયું હતું.

સૌથી વધુ સદી અને રન

સૌથી વધુ સદી અને રન

જે રીતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સચિન તેંડુલકરના નામે આ રેકોર્ડ છે તેવી જ રીતે ફ્રસ્ટ ક્લાસ ક્રિકેટમાં આ રેકોર્ડ ઇંગ્લિશ ખેલાડીના નામે છે. જેક હોબ્સે 29 વર્ષની કારકિર્દીમાં 834 મેચ રમી અને તેમાં તેણે 61,760 રન બનાવ્યા હતા અને 199 સદી ફટકારી હતી.

40 હજાર રન અને 4000 વિકેટ

40 હજાર રન અને 4000 વિકેટ

જો તમે કપીલ દેવના 5000 રન અને 400 વિકેટના રેકોર્ડથી અંજાઇ ગયા હોય તો તમારે આવો જ વધુ એક રેકોર્ડ જોઇ લેવાની જરૂર છે. વિલફ્રેડ રહોડ્સે તેની કારકિર્દીમાં 39969 રન અને 4204 વિકેટ ઝડપી છે, જો કે આ રેકોર્ડ ફ્રસ્ટ ક્લાસ ક્રિકેટનો છે.

એક સેશનમાં 300 વિકેટ

એક સેશનમાં 300 વિકેટ

જે ખેલાડી પોતાના વર્કલોડને લઇને રોદણા રડતો હોય તો તેણે ટિચ ફ્રીમેનનો રેકોર્ડ જોઇ લેવાની જરૂર છે. ઇંગ્લેન્ડના આ ખેલાડીએ 1928ના સેશનમાં 1976.1 ઓવર નાંખી હતી અને 304 વિકેટ લીધી હતી.

ટેસ્ટ શ્રેણીમાં 974 રન

ટેસ્ટ શ્રેણીમાં 974 રન

વેલી હામ્મોંડ દ્વારા બનાવવામાં આવેલા 905 રનના રેકોર્ડને ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની શ્રેણી દરમિયાન ડોન બ્રેડમેને તોડ્યો હતો. ડોન બ્રેડમેને આ શ્રેણી દરમિયાન 974 રન બનાવ્યા હતા.

બિગેસ્ટ સ્કોર

બિગેસ્ટ સ્કોર

મેલબોર્નના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી એક મેચમા વિક્ટોરિયાની ટીમે ન્યૂ સાઉથ વેલ સામે 1107 રન બનાવ્યા હતા. જે અત્યારસુધીના ફ્રસ્ટ ક્લાસ ક્રિકેટનો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સર્વાધિક સ્કોર છે.

એક ઇનિંગમાં સર્વાધિક રન

એક ઇનિંગમાં સર્વાધિક રન

બ્રિટિશ ખેલાડી આર્થર એડવર્ડે 1899માં એક સ્કૂલ ગેમમાં ક્લાર્ક હાઉસ તરફથી રમતા નોર્થ ટાઉન હાઉસ સામે એક ઇનિંગમાં 628 રન ફટકાર્યા હતા.

ક્રિસ ગેઇલની ટી20 સદી

ક્રિસ ગેઇલની ટી20 સદી

ઓસ્ટ્રેલિયન ખેલાડી એન્ડ્ર્યુ સાયમન્ડ્સે વનડે ક્રિકેટમાં 34 બોલમાં સદી ફટકારીને 2004માં એક રેકોર્ડ બનાવ્યો હતો, જે 2013માં આઇપીએલ દરમિયાન હાલના વિસ્ફોટક અને ખુંખાર બેટ્સમેન ક્રિસ ગેઇલ દ્વારા તોડવામાં આવ્યો હતો. ક્રિસ ગેઇલે માત્ર 30 બોલનો સામનો કરીને ટી20 ક્રિકેટમાં સદી ફટકારી હતી.

ગ્રાહમ ગૂચના ટેસ્ટ મેચમાં 456 રન

ગ્રાહમ ગૂચના ટેસ્ટ મેચમાં 456 રન

1990માં ભારત સામે રમાયેલી એક ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લેન્ડના સુકાની ગ્રાહમ ગૂચે કારકિર્દીનો શાનદાર દેખાવ કરતા 465 રન બનાવ્યા હતા. તેમણે પહેલી ઇનિંગમાં 333 અને બીજી ઇનિંગમાં 123 રન ફટકાર્યા હતા.

ચામિન્ડા વાસની 8 વિકેટ

ચામિન્ડા વાસની 8 વિકેટ

શ્રીલંકાના ઝડપી બોલર ચામિન્ડા વાસે શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા 2001માં વનડે ક્રિકેટમાં 19 રન આપીને 8 વિકેટ મેળવી હતી.

સતત 16 ટેસ્ટમાં વિજય

સતત 16 ટેસ્ટમાં વિજય

હાલના સમયમાં ભલે ઓસ્ટ્રેલિયાની ટીમ સંઘર્ષમય પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી હોય પરંતુ 1999-2001 સુધીમાં ઓસ્ટ્રેલિયાએ સતત 16 ટેસ્ટમાં વિજય નોંધાવીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

English summary
Here is the list of Cricket Records That May Never Be Broken
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X