Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

aaj no toss kon jityu: ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પહેલા્ં બોલિંગ કરવાનો લીધો નિર્ણય

aaj no toss kon jityu, NZ Vs SA, Worl cup 2023: વર્લ્ડ કપની 32મી મેચ 1લી નવેમ્બર એટલે કે બુધવારે મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે ન્યૂઝીલેન્ડે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

દક્ષિણ આફ્રિકા આ​મેચ જીતીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છશે. આ મેચ જીતીને તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચવા ઈચ્છશે. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીત્યો છે.

aaj no toss kon jityu

દક્ષિણ આફ્રિકાના હાલમાં 6 મેચમાંથી પાંચ જીત સાથે 10 પોઈન્ટ છે. બીજી તરફ સતત બે મેચમાં હારનો સામનો કર્યા બાદ ન્યુઝીલેન્ડ જીતના ટ્રેક પર પાછા ફરવાનો પ્રયાસ કરશે. ન્યુઝીલેન્ડને ભારત અને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ન્યૂઝીલેન્ડ માટે સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ન્યુઝીલેન્ડનો નિયમિત કેપ્ટન કેન વિલિયમસન દક્ષિણ આફ્રિકા સામેની મેચમાંથી બહાર થઈ ગયો છે. કેન વિલિયમસન ઈજાના કારણે આ મેચ રમી રહ્યો નથી.

દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ન્યુઝીલેન્ડનો નિયમિત કેપ્ટન કેન વિલિયમસન દક્ષિણ આફ્રિકા સામેની મેચમાંથી બહાર થઈ ગયો છે. કેન વિલિયમસન ઈજાના કારણે આ મેચ રમી શકશે નહીં. સતત બે મેચ હારી ચૂકેલી ન્યુઝીલેન્ડની ટીમને કેન વિલિયમસનની જરૂર છે. આવી સ્થિતિમાં ટીમ તેની ખોટ કરી શકે છે.

સતત ચાર મેચ જીતી - ન્યૂઝીલેન્ડે સતત ચાર મેચમાં વિજય સાથે વર્લ્ડ કપની શરૂઆત કરી હતી. સતત ચાર મેચ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં સૌથી મોટી દાવેદાર માનવામાં આવી રહ્યું હતું, પરંતુ આ પછી ન્યુઝીલેન્ડને ભારત અને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

બે મેચ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડ માટે આગામી મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. ટોપ ચારમાં રહેવા માટે ન્યુઝીલેન્ડ જીત નોંધાવવાનો પ્રયાસ કરશે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કેન વિલિયમસનને લઈને એક પોસ્ટ કરી છે. તેણે આ પોસ્ટમાં લખ્યું છે કે, ટીમના નિયમિત કેપ્ટન કેન વિલિયમસનને પણ આ મેચમાં પસંદ કરવામાં આવશે નહીં. વિલિયમસને છેલ્લા બે દિવસમાં નેટ્સમાં બેટિંગ કરી હતી, પરંતુ તેને મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

પાકિસ્તાન સામેની ટીમની આગામી મેચ પહેલા ફરી એકવાર તેની ફિટનેસ માટે ટેસ્ટ કરવામાં આવશે. આ પછી તેના રમવા અંગે નિર્ણય લેવામાં આવશે. ન્યુઝીલેન્ડ માટે કેન વિલિયમસને 162 મેચમાં 6,633 રન બનાવવાની સિદ્ધિ મેળવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X