ક્રિકેટ જગતમાં આવ્યું અભિષેક શર્માનું તોફાન, હવે બન્યો દુનિયામાં નંબર 1
Abhishek Sharma: ભારતીય ક્રિકેટના ઉગતા સિતારા અભિષેક શર્માએ ફરી એકવાર મેદાન પર પોતાની બેટિંગથી તહલકો મચાવી દીધો છે. ન્યૂઝીલેન્ડ સામે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં અભિષેકે એવી તોફાની ઇનિંગ રમી કે ક્રિકેટ જગતના દિગ્ગજોના મોટા મોટા રેકોર્ડ્સ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયા.

દુનિયાનો એકમાત્ર બેટ્સમેન: 170+ ના સ્ટ્રાઈક રેટ સાથે 5000 રન
અભિષેક શર્મા હવે વિશ્વનો એવો પ્રથમ બેટ્સમેન બની ગયો છે જેણે ટી20 ક્રિકેટમાં 170થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે 5000 રન પૂરા કર્યા હોય. આ અકલ્પનીય સિદ્ધિ સાથે તેણે સાબિત કરી દીધું છે કે તે આધુનિક ક્રિકેટનો સૌથી વિસ્ફોટક બેટ્સમેન છે.
આન્દ્રે રસેલનો 'વર્લ્ડ રેકોર્ડ' તોડ્યો
પોતાની 84 રનની આક્રમક ઇનિંગ દરમિયાન અભિષેકે ટી20માં સૌથી ઝડપી 5000 રન (ઓછી બોલ રમીને) પૂરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
- અભિષેક શર્મા: માત્ર 2989 બોલમાં 5000 રન પૂરા કર્યા.
- આન્દ્રે રસેલ: આ પહેલા રસેલે 2942 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.
ટી20 ઇતિહાસમાં 5000 રન બનાવનાર તે 131મો ખેલાડી છે, પરંતુ તેના જેટલો સ્ટ્રાઈક રેટ ટિમ ડેવિડ કે ગ્લેન મેક્સવેલ જેવા દિગ્ગજોનો પણ નથી.
સૂર્યકુમાર યાદવને પાછળ છોડીને બનાવ્યો ખાસ રેકોર્ડ
અભિષેકે નાગપુર ટેસ્ટમાં માત્ર 22 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જે ન્યૂઝીલેન્ડ સામે કોઈપણ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી અડધી સદી છે. આ અગાઉ રોહિત શર્મા અને કેએલ રાહુલ (23 બોલ) ના નામે આ રેકોર્ડ હતો. વધુમાં, અભિષેક હવે ટી20 ઇતિહાસનો એવો પ્રથમ ખેલાડી બન્યો છે જેણે 25થી ઓછી બોલમાં 8 વખત અડધી સદી ફટકારી હોય. આ મામલે તેણે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ (7 વખત) નો રેકોર્ડ તોડી નાખ્યો છે.
નાગપુરમાં છગ્ગાની રમઝટ અને નવો હાઈએસ્ટ સ્કોર
- સૌથી વધુ સિક્સર: અભિષેકે આ ઇનિંગમાં 8 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા, જે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે કોઈ પણ ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ સિક્સર છે. તેણે શુભમન ગિલ (7 સિક્સર) નો રેકોર્ડ તોડ્યો છે.
- સ્ટેડિયમ રેકોર્ડ: નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં હવે 84 રનએ કોઈપણ ખેલાડીનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બની ગયો છે.
ટીમ ઇન્ડિયાનો ભવિષ્યનો સુપરસ્ટાર
અભિષેક શર્માની આ શાનદાર બેટિંગના દમ પર ભારતે ન્યૂઝીલેન્ડ સામે 238 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જે રીતે અભિષેક રમી રહ્યો છે, તે જોતા ટી20 વર્લ્ડ કપ 2026માં તે ટીમ ઇન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
