ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વિરાટને મળી 72 લાખની શાનદાર ગિફ્ટ!

Subscribe to Oneindia News

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં એક શાનદાર ભેટ મળી છે. જર્મન લકઝરી કાર નિર્માણ કરતી કંપની ઓડીએ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીને ઓડી કાર ભેટમાં આપી છે. જર્મન લકઝરી કાર નિર્માણ કરતી કંપની ઓડીએ વિરાટ કોહલીનો ઓડી પરિવારમાં સમાવેશ કર્યો છે. ગુરુવારે ઓડી ઇન્ડિયાના પ્રમુખ રાહિલ અંસારીએ વિરાટ કોહલીને કારની ચાવી સોંપી હતી. આ વિશે રાહિલ અંસારી મીડિયાને કહ્યું કે, ઓડી બ્રાન્ડ સ્પોર્ટી, પ્રોગ્રેસિવ અને સોફિસ્ટિકેશનનું પ્રતિક છે અને વિરાટ કોહલીમાં આ તમામ ગુણો છે. વિરાટ કોહલી મેદાન પર જ નહીં પણ પોતાની અંગત જીંદગીમાં પણ એવા જ છે.

virat khloi

આ માનથી હું ખૂબ ખુશ છું..

આ વિશે વાત કરતાં વિરાટ કોહલીએ મીડિયોને જણાવ્યું કે, તેઓ હંમેશા ઓડી પ્રેમી રહ્યાં છે. ઓડીની દરેક કાર પોતાનામાં એક સંપૂર્ણ પેકેજ જેવી હોય છે. હું આ સન્માન મેળવીને ખુબ જ ખુશ થયો છું.

72 લાખ રૂપિયા છે Q7ની કિંમત

ઓડી Q7ની કિંમત 72 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ મોડેલ 2015 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આમાં 3.0 લિટરનું ટીડીઆઇ એન્જિન લગાવવામાં આવ્યું છે. આ કાર 7.1 સેકન્ડમાં 0થી 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. કારની મહત્તમ સ્પીડ 234 કિલોમીટર પ્રતિ કલાકની છે.

English summary
Indian Captain Virat Kohli, who is the brand ambassador of Audi in India, as been gifted an Audi Q7 by the German car maker.
Please Wait while comments are loading...