ગુજરાતી બોય અક્ષર પટેલ કન્ટ્રી ક્રિકેટમાં દુરહામ માટે રમશે

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલ વર્ષ 2018 સીઝનમાં સિક્સ કન્ટ્રી ગેમ દુરહામ માટે રમશે. દુરહામ સીસી ઘ્વારા સોમવારે મેલ ઘ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે.

Axar patel

ભારતીય સ્પિનર અક્ષર પટેલ હાલમાં તેની સ્ટેટ ટીમ ગુજરાત માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, ભારતની ટી20 અને વનડે ટીમ અને આઇપીએલમાં પંજાબ ટીમનો હિસ્સો છે.

અક્ષર પટેલ ઓગસ્ટ મહિનામાં ચેસ્ટર લી સ્ટ્રીટ જશે અને 19 ઓગસ્ટ દરમિયાન ગ્લેમોર્ગન ટીમ સામે પોતાનો ડેબ્યુ મેચ રમશે. પોતાનો ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ વર્ષ 2012 દરમિયાન કર્યા પછી અક્ષર પટેલે પોતાની મેડન 5 વિકેટ તેની બીજી જ મેચમાં લીધી હતી. તેને દિલ્હી વિરુદ્ધ ગુજરાત તરફથી રમતા 45 ઓવરમાં 55 રન આપી 6 વિકેટ લીધી હતી.

અક્ષર પટેલ વિશે ઓવરઓલ વાત કરવામાં આવે તો તેને 79 ફર્સ્ટ ક્લાસ વિકેટ 23 મેચોમાં લીધી છે. હવે જો અક્ષર પટેલની બેટિંગ વિશે વાત કરવામાં આવે તો તેને એક ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી પણ ફટકારી છે. વર્ષ 2016 દરમિયાન અક્ષર પટેલે બરોડા સામે 110 અણનમ રન બનાવ્યા હતા. તેને 10 ફિફટી પણ ફટકારી છે. તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1163 રન 48.45 એવરેજ સાથે બનાવ્યા છે.

અક્ષર પટેલ ભારત તરફ થી 38 વનડે અને 11 ટી20 મેચ રમી ચુક્યા છે અક્ષર પટેલ હાલમાં આઈસીસી ODI બોલિંગ રેન્કિંગમાં 14મુ સ્થાન ધરાવે છે.

વિરાટ કોહલી પછી અક્ષર પટેલ લૅટેસ્ટ ક્રિકેટર છે જેઓ કન્ટ્રી ક્રિકેટ જોઈન કરી રહ્યા છે. બીજા ક્રિકેટરમાં વરુણ એરોન, ચેતેશ્વર પુજારા, ઇશાંત શર્મા બીજા દેશો સાથે રમવા માટે પહેલા જ ડીલ કરી ચુક્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Axar patel to play for durham in county cricket

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.