For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઈન્ડિયાને વધુ એક ફટકો, નેટ પ્રેક્ટિસ દરમિયાન બુમરાહની બોલે ઘાયલ થયો આ બેટ્સમેન

ટીમ ઈન્ડિયાને વધુ એક ફટકો, નેટ પ્રેક્ટિસ દરમિયાન બુમરાહની બોલે ઘાયલ થયો આ બેટ્સમેન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયા માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. એવું લાગી રહ્યું છે જાણે કે ભારતીય ખેલાડીઓ પર ગ્રહણ લાગી ગયું હોય. બુધવારે ટીમ ઈન્ડિયાને ત્યારે મોટો ઝાટકો લાગ્યો જ્યારે શિખર ધવન વર્લ્ડ કપના બાકી બચેલ મેચથી બહાર થઈ ગયો અને રિષભ પંતને સત્તાવાર રીતે બીસીસીઆઈએ રિપ્લેસમેન્ટ ઘોષિત કર્યો. અફઘાનિસ્તાન વિરુદ્ધ 22 જૂને રમાનાર મુકાબલાની ઠીક પહેલા ભારતીય ખેમામાં વધુ એક અશુભ સૂચના મળી છે. ધવન ઈજાગ્રસ્ત થવાના રિપોર્ટ બાદ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવેલ વિજય શંકર સાઉથેમ્પ્ટનમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઘાયલ થઈ ગયો જેના કારણે કેપ્ટન કોહલી અને ટીમ બંનેની મુશ્કેલી વધી શકે છે.

વિજય કઈ રીતે ઈજાગ્રસ્ત થયો

વિજય કઈ રીતે ઈજાગ્રસ્ત થયો

સાઉથેમ્પ્ટનમાં બુધવારે ટીમ ઈન્ડિયાના ટ્રેનિંગ સેશન દરમિયાન જસપ્રીત બુમરાહની એક ફાસ્ત બોલ વિજય શંકરના પગના અંગૂઠામાં લાગી. આ ઈજાના કારણે વિજય શંકરના ચેહરા પર સ્પષ્ટ પણે તકલીફ જોઈ શકાય તેમ હતું. પીટીઆઈએ BCCIના સૂત્રના હવાલેથી આ પુષ્ટિ કરી છે. ટીમના સૂત્રો પાસેથી મળેલ જાણકારી મુજબ હવે કોઈ વધુ ચિંતાની વાત નથી.

ટીમ ઈન્ડિયાને બીજો ફટકો

ટીમ ઈન્ડિયાને બીજો ફટકો

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી પહેલા જ ઈજાના કારણે સમસ્યામાં છે. જણાવી દઈએ કે ભારતીય ટીમના ગબ્બર શખર ધવનના હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થતાં તે વર્લ્ડ કપથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ આપેલ સત્તાવાર માહિતી મુજબ ધવનની રિકવરી નથી થઈ શકી. તેમણે જુલાઈના બીજા અઠવાડિયા સુધી પ્લાસ્ટર સાથે રહેવું પડશે. જ્યારે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન વિરુદ્ધ પણ ત્યારે મોટો ઝાટકો લાગ્યો હતો જ્યારે હૈમસ્ટ્રિંગના કારણે ભુવનેશ્વર કુમાર મેદાનથી બહાર ચાલ્યા ગયા હતા.

પાકિસ્તાન વિરુદ્ધ ડ્રીમ ડેબ્યૂ

પાકિસ્તાન વિરુદ્ધ ડ્રીમ ડેબ્યૂ

નંબર 4ના કથિત પ્રબળ દાવેદાર વિજય શંકર ટીમ ઈન્ડિયાના મહત્વના ખેલાડી છે અને તેમણે પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડ કપમાં ડ્રીમ ડેબ્યૂ કર્યું હતું. ભુવનેશ્વર કુમાર ઘાયલ થવાથી તેમણે પોતાની પહેલી બોલ પર વર્લ્ડ કપમાં પહેલી વિકેટ ચટકાવી હતી અને ટીમ ઈન્ડિયા માટે ઘણા ફાયદાકારક બેટ્સમેન સાબિત થયા હતા. વિજયે પાકિસ્તાન વિરુદ્ધ 15 બોલમાં 15 રન બનાવ્યા હતા અને બોલિંગમાં 5.2 ઓરમાં 22 રન આપી 2 મહત્વની વિકેટ ઝડપી હતી.

વર્લ્ડ કપમાં પહેલીવાર 4 વિકેટકીપર સાથે તૈયાર થઈ ભારતીય ટીમ, જાણો કોનામાં કેટલો દમવર્લ્ડ કપમાં પહેલીવાર 4 વિકેટકીપર સાથે તૈયાર થઈ ભારતીય ટીમ, જાણો કોનામાં કેટલો દમ

રણજીમાં પણ શાનદાર ફોર્મ

રણજીમાં પણ શાનદાર ફોર્મ

વિજય શંકર ટીમ ઈન્ડિયાની બ્લૂ જર્સીમાં ભલે એક નવું નામ હોય પરંતુ જે ક્રિકેટ ફેન્સ રણજી ટ્રોફી ફોલો કરે છે તેમના માટે આ નામ બહુ જૂનું છે. તમિલનાડુ તરફથી રણજી રમનાર આ ખેલાડીએ 41 મેચમાં 47.70ની એવરેજથી 51.15ની સ્ટ્રાઈક રેટથી અત્યાર સુધીમાં 2099 રન બનાવ્યા છે જેમાં 5 સદી અને 15 ફિફ્ટી સામેલ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 32 વિકેટ ચટકાવી છે અને સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ માટે આઈપીએલ મેચ પણ રમી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
bad news for team india, another indian player injured during net practice
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X