For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL: સ્મિથ ને બદલે રહાણે બન્યા રાજસ્થાન રોયલ્સ ના કેપ્ટન

બોલ ટેમ્પરિંગ વિવાદમાં સ્ટીવ સ્મિથ ને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ કેપ્ટનમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બોલ ટેમ્પરિંગ વિવાદમાં સ્ટીવ સ્મિથ ને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ કેપ્ટનમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ત્યારપછી સ્ટીવ સ્મિથે જાતે રાજસ્થાન રોયલ્સ ટીમની કપ્તાની છોડી દીધી છે. સ્ટીવ સ્મિથ ને બદલે હવે અજંક્યે રહાણે રાજસ્થાન રોયલ્સ ટીમના નવા કેપ્ટન બનશે. સ્ટીવ સ્મિથ રાજસ્થાન રોયલ્સ ટીમનો હિસ્સો રહેશે પરંતુ કપ્તાની નહીં કરે. રાજસ્થાન રોયલ્સ ઘ્વારા અધિકારીક રીતે આ વાતની પુષ્ટિ આપવામાં આવી છે.

steve smith

આ પહેલા રવિવારે આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે આઈસીસી નિર્ણય લીધા પછી જ સ્મિથ પર કોઈ નિર્ણય લેવામાં આવશે. પરંતુ સોમવારે જ રાજસ્થાન રોયલ્સ ઘ્વારા આ વાતની પુષ્ટિ કરી દેવામાં આવી છે. રાજસ્થાન રોયલ્સ ટીમ કો-ઓનર મનોજ બદાને ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું છે કે અમારા માટે ખેલ કોઈ પણ વ્યકતિ કરતા વધારે છે. સ્ટીવ સ્મિથ આ પહેલા પુણે ટીમના કેપ્ટન હતા જેઓ ટીમને ફાઇનલ સુધી લઇ ગયા હતા.

આ પહેલા બોલ ટેમ્પરિંગ વિવાદમાં સ્ટીવ સ્મિથે મીડિયા સામે આવી પોતાની ભૂલ સ્વીકાર કરી. પરંતુ ઓસ્ટ્રેલિયા સરકાર ઘ્વારા સખત પગલાં લેવામાં આવ્યા અને તેમને સ્ટીવ સ્મિથને કેપ્ટન પદ થી હટાવવા માટે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડને ટકોર કરી. બોલ ટેમ્પરિંગ વિવાદ વધતા સ્ટીવ સ્મિથને કેપ્ટન અને ડેવિડ વોર્નરને વાઇસ કેપ્ટન પદથી હટાવી દેવામાં આવ્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ball Tempring Ajinkya rahane replaces steve smith as captain of rajasthan royals ahead of ipl 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X