ન્યૂઝીલેન્ડમાં ફાયરિંગ, નમાઝ પઢવા ગયેલ બાંગ્લાદેશી ક્રિકેટર્સ માંડ બચ્યા

ન્યૂઝીલેન્ડમાં ફાયરિંગ, બાંગ્લાદેશી ક્રિકેટર્સ માંડ બચ્યા

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં અલ નૂર મસ્જિદમાં ગોળીબારના અહેવાલથી હડકંપ મચી ગયો. આ ફાયરિંગમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે મસ્જિદમાં થઈ રહેલ ફાયરિંગમાં બાંગ્લાદેશી ક્રિકેટ ખેલાડીઓ માંડ-માંડ બચ્યા છે. બાંલ્ગાદેશ ટીમના કેટલાક ખેલાડીઓ નમાઝ અતા કરી રહ્યા હતા જ્યારે કેટલાક હોટલમાં જ રોકાયા હતા. એ સમયે અલ નૂર મસ્જિદમાં ફાયરિંગ થયું. ગોળીબારનો અવાજ સાંભળી ખેલાડીઓ ભાગવા લાગ્યા. આ ઘટના બપોરે 1.45 વાગ્યાની છે. બાંગ્લાદેશની ટીમ આ સમયે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે.

ખેલાડીઓ સુરક્ષિત હોટલે પહોંચી ગયા

ખેલાડીઓ સુરક્ષિત હોટલે પહોંચી ગયા

ઘટનાને પગલે કોઈપણ ખેલાડીને ઈજા નથી પહોંચી અને તમામ ખેલાડીઓ સુરક્ષિત રીતે હોટલ પહોંચી ગયા છે. બીસીબીએ આ સંબંધમાં ટ્વીટ કરી જાણકારી આપી, ક્રાઈસ્ટચર્ચ ન્યૂઝીલેન્ડમાં બાંગ્લાદેશના તમામ ખેલાડીઓ ફાયરિંગની ઘટના બાદ હોટલમાં સુરક્ષિત પહોંચી ગયા છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં છે.

ડરામણો અનુભવ હતો

બાંગ્લાદેશના ખેલાડી મુશફિકુર રહીમે ટ્વીટ કરીને કહ્યું, 'ખુદાએ અમને ક્રાઈસ્ટચર્ચ મસ્જિદમાં થયેલ ગોળીબારથી બચાવી લીધા છે, અમે ભાગ્યશાળી છીએ. આવું અમે ક્યારેય બીજીવાર જોવા નથી માંગતા, દુઆ કરો.' ટીમના સલામી બેટ્સમેન મીમ ઈકબાલે લખ્યું, આખી ટીમને હુમલાખોરોથી બચાવી લેવામાં આવી. બહુ ડરામણો અનુભવ હતો, અમારા માટે દુવા કરો.

શહેરને શટડાઉન કરી દીધું

જણાવી દઈએ કે ગોળીબાર બાદ આ વિસ્તારમાં આવેલ તમામ સ્કૂલ અને ચર્ચ બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નર માઈક બુશે જણાવ્યું કે અમે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સૌને અહીં ન આવવાની ચેતવણી આપવામાં આવી છે. એક નજરે જોનાર શખ્સે જણાવ્યું કે લોકો હુમલાખોરથી બચવા માટે અહીં છૂપાઈ રહ્યા છે. ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડા આર્ડર્ને જણાવ્યું કે એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે, પોલીસ આ સ્થિતિથી નિપટવાની કોશિશ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X