
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની નજરે ધોનીની કેપ્ટનશીપ શું છે?
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સફળતમ કેપ્ટનોમાં સૌથી મોખરે એવા મહેન્દ્ર સિંહ ધોનીએ બુધવારે કેપ્ટનશીપમાંથી રાજીનામુ આપી દીધુ છે. ભારતીય કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) એ બુધવારે એક નિવેદન જારી કરીને આની ઘોષણા કરી. ધોની ઇંગ્લેંડ સામે આગામી એક દિવસીય અને ટી-20 શ્રેણીઓમાં ટીમની કેપ્ટનશીપ નહિ સંભાળે. જો કે તે ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.
સૌથી જાનદાર કોમેંટ ક્રિકેટના ભગવાને કરી
આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર ધોનીની કેપ્ટનશીપ પર હજારો કમેંટ આવી છે. લોકોએ તેમને ટીમ ઇંડિયાના બેસ્ટ કેપ્ટન કહ્યા છે પરંતુ આ શાનદાર કમેંટ્સમાં સૌથી જાનદાર કમેંટ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે કહી છે.
ભારતના કેપ્ટન તરીકે શાનદાર કારકિર્દી માટે અભિનંદન
સચિને ભારતના આ મહાન ખેલાડી માટે ટ્વીટર પર લખ્યુ કે ટી-20 અને વનડે વિશ્વકપમાં સફળતા અપાવનાર ધોનીને ભારતના કેપ્ટન તરીકેની શાનદાર કારકિર્દી માટે અભિનંદન. મે તેમને આક્રમક ખેલાડીથી નિર્ણાયક કેપ્ટન રુપે ઉભરતા જોયા છે. આજે તેમની સફળ કેપ્ટનશીપની ઉજવણી અને તેમના નિર્ણયનું સમ્માન કરવાનો દિવસ છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો