For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BBL:બ્રેઈન કેન્સરથી પીડિત બાળકનું સપનું પુરૂ થયુ, બેટ ફ્લિપ કરવાનો મોકો મળ્યો

BBL:બ્રેઈન કેન્સરથી પીડિત બાળકનું સપનું પુરૂ થયુ, બેટ ફ્લિપ કરવાનો મોકો મળ્યો

|
Google Oneindia Gujarati News

બાળકોથી લઈને વૃદ્ધો દરેક માટે ક્રિકેટ ગમતી રમત છે. બાળકો ક્રિકેટ રમવાનું ખુબ જ પસંદ કરતા હોય છે, બાળપણથી જ મોટા ક્રિકેટર બનવાના સપના જોવે છે. ઘણા એવા પણ કિસ્સાઓ હોય છે કે જેમાં બાળકો શારીરિક કે આર્થિક કારણોસર આગળ વધી સકતા નથી. આજે એવા જ એક બાળકની વાત કરવાના છીએ જે બ્રેઈન કેન્સરથી પીડિત છે અને તેનું સપનું ઑસ્ટ્રેલિયાની બીગ બેશ લીગની એક મેંચ દરમિયાન પુરૂ થયુ છે. આ બાળકનું સપનું હતુ કે તે ક્રિકેટના મેદાન પર કદમ રાખે અને પુરી દુનિયા જોવે.

બિગ બેશ લીગની 29મીં મેચ

બિગ બેશ લીગની 29મીં મેચ

ઘટના કંઈક એવી છે કે બિગ બેશ લીગની 29મીં મેચ બ્રિસ્બેન હીટ અને હોબાર્ટ હેરિકેન્સ વચ્ચે યોજાઈ રહી હતી, જેના ટોસ માટે બન્ને કપ્તાનની સાથે એક 5 વર્ષનો બાળક પણ આવ્યો. બ્રેઈન કેન્સરથી પીડિત આ બાળકને ટોસ કરવા માટે મુખ્ય અતિથિ તરીકે મેદાનમાં બોલાવાયો હતો. સ્લેટર વૉકર નામના આ બાળકે સૌપ્રથમ હાથથી બેટ ફેરવ્યુ અને ત્યારબાદ ટોસ કરાયો.

ગેસ્ટ ઑફ ઓનર

સ્લેટર બ્રિસ્બેન હિટનો ફેન છે. જ્યારે આ ફ્રેન્ચાઇઝીને સ્લેટર વિશે ખબર પડી ત્યારે તેને સ્લેટરના સપનાને પૂરૂ કરવા કેપ્ટન ક્રિસ લિન સાથે ટોસ માટે મેદાનમાં મોકલ્યો. બિગ બેશ લીગના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરાયો છે. જેમાં લખ્યું છે કે, "બેટ ફ્લિપ કરવામાં આ વર્ષે સ્લેટર વૉકર પણ છે. દુર્ભાગ્યે, સ્લેટર બ્રેઈન કેન્સરથી પીડાય છે, સ્લેટર બ્રિસ્બેન હીટનો મોટો ચાહક છે અને આજની રાતે એ ગેસ્ટ ઓફ ઓનર છે." જો કે બ્રિસ્બેન આ ટોસ હારી ગઈ હતી. હોબાર્ટ હરિકેન્સના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

સૌથી રોમાંચક વાત

બીબીએલની આ સિઝનની સૌથી રોમાંચક વાત એ છે કે ટોસ કરવાની રીત બદલાઈ ગઈ છે. હવે સિક્કો ઉછાળવાની જગ્યાએ બેટ ઉછાળવામા આવે છે. આ બેટ બન્ને તરફ સપાટ હોય છે.

3rd T20, INDvsSL: શ્રીલંકાને હરાવતાની સાથે જ ભારતીય ટીમ પાકિસ્તાનના આ મોટા રેકોર્ડની બરાબરી કરશે!3rd T20, INDvsSL: શ્રીલંકાને હરાવતાની સાથે જ ભારતીય ટીમ પાકિસ્તાનના આ મોટા રેકોર્ડની બરાબરી કરશે!

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
BBL: During cricket match child suffering from brain cancer allowed to bat flip
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X