BCCIએ રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને તોડ્યું મૌન, જાણો શું કહ્યું
વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે મીડિયામાં ઘણી બધી ખબરો ચાલી રહી છે. અહેવાલો અનુસાર, બંને ખેલાડીઓ 2027ના વર્લ્ડ કપમાં ટીમમાં સામેલ થશે નહીં. BCCIની બંનેને રમવાની કોઈ યોજના નથી, આ દરમિયાન હવે એક મોટા સમાચાર બહાર આવ્યા છે.

BCCI સૂત્રોનું કહેવું છે કે, કોહલી અને રોહિતના ભવિષ્ય વિશે કોઈ ઉતાવળ નથી. બંને ખેલાડીઓ પોતાનો નિર્ણય બોર્ડને જણાવશે અને તે થશે. અગાઉ પણ બંનેએ ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા BCCIને નિવૃત્તિ વિશે જણાવ્યું હતું.
PTIને BCCIના એક સૂત્રએ જણાવ્યું છે કે, જો રોહિત શર્મા અને વિરાટ કોહલીના મનમાં કોઈ યોજના કે નિર્ણય હશે, તો તેઓ ચોક્કસપણે BCCIને પહેલાની જેમ જ જાણ કરશે, જેમ કે, તેઓએ ઇંગ્લેન્ડ ટેસ્ટ પ્રવાસ પહેલા કર્યું હતું. હાલમાં, ભારતીય ટીમ માટે આગામી મોટું લક્ષ્ય ફેબ્રુઆરીમાં યોજાવાનો T20 વર્લ્ડ કપ છે, જેના માટે તૈયારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, એશિયા કપ T20માં એક મજબૂત અને ફિટ ટીમને મેદાનમાં ઉતારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેથી ખેલાડીઓ ફોર્મમાં રહે અને વર્લ્ડ કપ પહેલા યોગ્ય સંયોજન બનાવી શકાય.
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ સામેની સિરીઝ રદ થયા પછી, આગામી ODI સિરીઝ ઓસ્ટ્રેલિયા સામે યોજાવાની છે. તે સિરીઝ ઓક્ટોબરમાં છે. ત્યારબાદ રોહિત અને કોહલી બંને પાસે આરામ અને તૈયારી કરવાની સંપૂર્ણ તક છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા, રોહિત શર્મા અચાનક સોશિયલ મીડિયા પર આવ્યો અને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી. થોડા દિવસો પછી, વિરાટ કોહલીએ પણ પોતાની નિવૃત્તિની જાહેરાત કરી. આ પછી, શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને ઇંગ્લેન્ડ મોકલવામાં આવી. T20 વર્લ્ડ કપ પછી તરત જ કોહલી અને રોહિતે T20 ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. વેસ્ટ ઈન્ડિઝમાં ફાઇનલ જીત્યા પછી, તેણે 20 ઓવરની રમત છોડવાની જાહેરાત કરી.












Click it and Unblock the Notifications
