For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા ક્રિકેટર્સને પણ મળશે પુરુષ ક્રિકેટર્સ જેટલી સેલેરી,જય શાહે કરી જાહેરાત

બીસીસીઆઇએ ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડી માટે મહત્વનો નિર્ણય લીધો છે. પુરુષોની જેમ જ મહિલા ખેલાડીને પણ સેલેરીને બીસીસીઆઇએ સમાન કરવાની જાહેરાત કરી ચે. બીસીસીઆઇના સચિવ જય શાહે ટ્વીટ કરીને તેની જાહેરાત કરી છે. જય શાહએ ટ્વીટ કર

|
Google Oneindia Gujarati News

બીસીસીઆઇએ ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડી માટે મહત્વનો નિર્ણય લીધો છે. પુરુષોની જેમ જ મહિલા ખેલાડીને પણ સેલેરીને બીસીસીઆઇએ સમાન કરવાની જાહેરાત કરી ચે. બીસીસીઆઇના સચિવ જય શાહે ટ્વીટ કરીને તેની જાહેરાત કરી છે. જય શાહએ ટ્વીટ કરીને લખ્યુ હતું કે, હું એ વાતની જાહેરાત કરતા ખુશી અનુભવુ છુ કે, મહિલા પુરુષ વચ્ચેના ભેદભાવને દુર કરવાની દિશામાં પહેલુ પગલુ છે. અમે મહિલા ક્રિકેટરોની સેલેરી સમાન કરી રહ્યા છીએ. હવે મહિલા અને પુરુષોની સેલેરી સમાન હશે. આપણે ક્રિકેટના લેંગિગ સમાનતાના એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ.

CRIKET

જય શાહએ કહ્યુ કે, બીસીસીઆઇ મહિલા ક્રિકેટર પણ સમાન વેતન મેળવશે. જે પુરુષુ ટીમના ખેલાડી મેળવે છે. ટેસ્ટ મેચ માટે મહિલા અને પુરુષ બંનેને 15 લાખ રૂપિયાની મેચ ફીઝ મળશે. વન ડે ક્રિકેટમાં 6 લાખ રૂપિયા મેચ ફી મળશે. જ્યારે ટી 20 ક્રિકેટમાં 3 લાખ રૂપિયા ફિસ મળશે. જય શાહે કહ્યુ કે, મહિલા ક્રિકેટર્સ સમાન વેતન અમારી પ્રથમિક્તા છે. આના માટે બીસીસીઆઇનો આભાર માનુ છુ.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા વરિષ્ઠ મહિલા ક્રેક્ટર્સને પ્રતિદિવસ મેચ ફિસ 20 હજાર રૂપિયા મળતા હતા. જે પુરુષ અંડર 19 મળતી ફિસ બરાર હતી. સિનિયર પુરુષ કિકેટરને પ્રતિ દિવસ 60 હજાર રૂપિયા મળતા હતા. મહિલા અને પુરુષની સેલેરીમાં ભારે અંતર હતુ. પરંતુ બીસીસીઆઇના એલાન બાદ ભેદભાવ દુર થઇ જશે. 2022 પહેલા મહિલા ક્રિકેટર્સ મળનાર મેચ ફિની વાત કરીએ તો 12500 રૂપિયા જ હતી. સૌથી પહેલા મહિલા ક્રિકેટર્સને સમાન સેલેરી આપવાની જાહેરાત ન્યુઝિલેન્ડે કરી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Big announcement for BCCI women cricketers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X