For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ સામે મોટી વિપદા, જાડેજા-પંત બેટિંગ નહિ કરે!

IND vs AUS: ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ સામે મોટી વિપદા, જાડેજા-પંત બેટિંગ નહિ કરે!

|
Google Oneindia Gujarati News

ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાઈ ટીમે ભારતીય ટીમ સામે 407 રનનો લક્ષ્ય રાખ્યો. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 6 વિકેટના નુકસાન પર 312 રન બનાવ્યા બાદ ઈનિંગ ડિક્લેર કરી દીધી. ચોથી ઈનિંગમાં 407 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે જબરદસ્ત શરૂઆત કરી અને બંને જ સલામી બેટ્સમેન રોહિત શર્મા અને શુભમન ગિલે સારી શરૂઆત કરી. પરંતુ બાદમાં બંને આઉટ થઈ ગયા. શુભમન ગિલે 31 રન બનાવી હેઝલવુડની બોલ પર કિપરને કેચ થમાવી દીધો તો બીજી તરફ 52 રનની ઈનિંગ રમ્યા બાદ રોહિત શર્મા કમિંસના બોલ પર સાઈડમાં પુલ મારવાના ચક્કરમાં સ્ટાર્કને પોતાનો કેચ થમાવી બેઠા. ચોથા દિવસનો ખેલ સમાપ્ત થવા સુધી ભારતીય ટીમે 2 વિકેટના નુકસાન પર 98 રન બનાવી લીધા છે.

ind vs aus

જો કે પાંચમા દિવસના ખેલની શરૂઆત ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા કરશે. પરંતુ પાંચમા નંબરે હનુમા વિહારી બાદ ટીમના બે બેટ્સમેન પર સવાલ ઉભો થઈ ગયો છે. રવિન્દ્ર જાડેજા અને રિષભ પંતના બેટિંગ કરવા પર હજી પણ સસ્પેન્સ બનેલો છે. ઈજા બાદ રિષભ પંતને નેટ પર સ્ટૈપ અને સ્ટ્રૈપ વિનાનો અભ્યાસ કરતો જોવા મળ્યો, પરંતુ આ દરમ્યાન તે સહજ નહોતો દેખાઈ રહ્યો. જ્યારે રવિન્દ્ર જાડેજા પણ પહેલી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે ઘાયલ થઈ ગયા હતા. તેમના હાથના અંગૂઠામાં ઈજા પહોંચી છે.

એવામાં જ્યારે રવિન્દ્ર જાડેજા અને રિષભ પંત બેટિંગ કરી શકે તેમ નથી ત્યારે ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી અને અજિંક્ય રહાણે પર જ આખી ટીમનો આધાર છે. આ ત્રણેય બેટ્સમેને જ ટીમની કમાન સંભાળવી પડશે અને પાંચમા દિવસે મેદાનમાં ટકીને બેટિંગ કરવી પડશે. બીજી ટેસ્ટમાં કેપ્ટન અજિંક્ય રહાણેએ જેવી રીતે સદી ફટકારી હતી અને બીજી ઈનિંગમાં અણનમ બેટિંગ કરતાં ટીમને જીત અપાવી હતી, તે બાદ ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે ફરી એકવાર ભારતીય ટીમની નૈય્યાં પાર લાગાવી શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Big trouble for Indian team in third Test, Jadeja-Pant will not bat due to injury
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X