પાકિસ્તાન સાથેના મુકાબલામાં ભારત સામે આવી શકે છે આ મુસીબત
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શરુ થતા પહેલા ટીમ ઇન્ડિયાને કેટલીક મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને આશિષ નેહરા પૂરી રીતે રમવા માટે ફીટ નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહત્વમાં મુકાબલાને ધ્યાનમાં રાખીને કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને આશિષ નેહરાએ પ્રેક્ટીસ માં ભાગ લિધો જ નહી. આશિષ નેહરાને મેચ પહેલા આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને પણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

બાંગ્લાદેશ સાથેના મુકાબલામાં મહેન્દ્ર સિંહ ધોની કિપીંગ કરતી વખતે પીઠમાં બેકબેલ્ટ બાંધીને રમ્યો હતો. જેના કારણે તેને 48 કલાક આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
મહેન્દ્ર સિંહ ધોનીને બદલે ટીમમાં પાર્થિવ પટેલને લેવામાં આવ્યો છે. પાર્થિવ પટેલે ટ્રેનીંગમાં ભાગ તો લિધો પરંતુ તેને બેટિંગ પ્રેક્ટીસ કરી નથી. આમ જોવા જઈએ તો પાર્થિવ પટેલનો રમવાનો વારો નહી આવે કારણકે મહેન્દ્ર સિંહ ધોની જલ્દીથી સાજા થઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
