For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vinod Kambli Birthday : 7 મેચમાં 4 સદી છતા પણ ખતમ થઇ ગયું કરિયર, જાણો વિનોદ કાંબલીની જીવનસફર

Vinod Kambli Birthday : વિનોદ કાંબલીનો જન્મ 18 જાન્યુઆરીના રોજ થયો હતો. આ વર્ષે તેઓ 51મો જન્મ દિવસ ઉજવશે. વિનોદ કાંબલી લાંબી સિક્સર મારવા માટે પ્રખ્યાત હતા.

|
Google Oneindia Gujarati News

Vinod Kambli Birthday : ભારતે દુનિયાને એકથી એક શાનદાર બેટ્સમેન આપ્યા છે. જેમાં સચિન તેદુલકર, સૌરવ ગાંગુલી, મહેન્દ્રી સિંહ ધોની, યુવરાજ સિંહ અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. જેમાં સચિનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

ભારતના ઘણા એવા ક્રિકેટર છે કે, જેમની કારકિર્દી ટૂંક સમયમાં ખતમ થઇ ગઇ હતી. આવામાં એક બેસ્ટમેન એવો છે, જેને સચિનથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનું નામ છે વિનોદ કાંબલી. વિનોદ કાંબલીનો જન્મ 18 જાન્યુઆરીના રોજ થયો હતો. આ વર્ષે તેઓ 51મો જન્મ દિવસ ઉજવશે.

બાળપણમાં સચિન સાથે રમી હતી ક્રિકેટ

બાળપણમાં સચિન સાથે રમી હતી ક્રિકેટ

વિનોદ કાંબલીનો જન્મ 18 જાન્યુઆરી, 1972ના રોજ મુંબઈમાં થયો હતો. તેને બાળપણથી જ સોનું પહેરવાનો શોખ હતો. વિનોદ કાંબલીઅને સચિન તેંડુલકર સ્કૂલના દિવસોમાં સાથે ક્રિકેટ રમતા હતા. શારદાશ્રમ સ્કૂલ તરફથી રમતા બંનેએ 664 રનની ભાગીદારી નોંધાવીહતી. કાંબલીએ આ દરમિયાન અણનમ 349 રન બનાવ્યા હતા.

સચિન પછી મળી તક

સચિન પછી મળી તક

સચિન તેંડુલકરે વર્ષ 1989માં ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે વિનોદ કાંબલીને વર્ષ 1991માં પાકિસ્તાનસામે આ તક મળી હતી. આ પછી તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એવો ધમાકો કર્યો કે, બધા તેના પર વિશ્વાસ કરવા લાગ્યા હતા. તે લાંબીસિક્સર મારવા માટે પ્રખ્યાત હતા.

પ્રથમ 7 મેચમાં 4 સદી ફટકારી

પ્રથમ 7 મેચમાં 4 સદી ફટકારી

વિનોદ કાંબલીએ ડેબ્યૂ કર્યા બાદ ટીમ ઈન્ડિયા માટે બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું અને પ્રથમ 7 મેચમાં 4 સદી ફટકારી, જેમાંથી બે બેવડીસદી હતી.

આ પછી તે બધા માટે હીરો બની ગયો. એટલું જ નહીં, તેણે ભારત માટે ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 1000 રન પણ પૂરા કર્યા છે.

તેણે ટેસ્ટ મેચની માત્ર 14 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું.

આ કારણે ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા વિનોદ કાંબલી

આ કારણે ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા વિનોદ કાંબલી

વિનોદ કાંબલી તેની બેટિંગ કરતાં વધુ અનુશાસનહીનતાને કારણે ચર્ચામાં હતો. પછી ખરાબ ફોર્મના કારણે તે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાનનિશ્ચિત કરી શક્યો ન હતો અને અંદર અને બહાર થતો રહ્યો. આ જ કારણસર તેની કારકિર્દી લાંબો સમય ટકી શકી નહીં. તેની કારકિર્દીમાં,તેણે ભારત માટે 17 ટેસ્ટમાં 54.20 ની સરેરાશથી 1084 રન બનાવ્યા, જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. આવા સમયે, 104વનડેમાં 32.59 ની સરેરાશથી 2477 રન બનાવ્યા, જેમાં બે સદી અને 14 અડધી સદી શામેલ છે.

કાંબલીએ કર્યા બે લગ્ન

કાંબલીએ કર્યા બે લગ્ન

વિનોદ કાંબલીએ તેની કારકિર્દીમાં બે વાર લગ્ન કર્યા હતા. તેણે 1998માં નોએલ લેવિસ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. નોએલા પુણેની હોટેલબ્લુ ડાયમંડમાં રિસેપ્શનિસ્ટ હતી.

આ લવ લાઈફ લાંબો સમય ન ચાલી અને છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી કાંબલીએ મોડલ એન્ડ્રીયાહેવિટ સાથે લગ્ન કર્યા હતા. કાંબલીને એક પુત્ર જીસસ ક્રિસ્ટિયાનો કાંબલી અને એક પુત્રી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Career ended despite 4 centuries in 7 matches, know the life journey on Vinod Kambli Birthday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X