ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારત-પાક. મેચની આ 10 વાતો તમે જાણો છો?

Written By:
Subscribe to Oneindia News

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત તો 1 જૂન 2017થી થઇ ચૂકી છે, પરંતુ ભારતીય ક્રિકેટ રસિયાઓને જે દિવસની રાહ હતી, તે છે આજનો દિવસ. આજે એટલે કે 4 જૂન, 2017 ને રવિવારના રોજ ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમનાર છે. ક્રિકેટના ફેન્સના ઘણા સમયથી આ મેચની રાહ જોઇને બેઠા છે. આ મેચ અંગેની 10 રસપ્રદ વાતો જાણો અહીં..

champions trophy
  1. ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ બંન્ને ટીમો ચોથી વાર સામ-સામે થશે.
  2. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતથી 2-1થી આગળ છે. જો કે, ભારત કોઇ પણ આઇસીસી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે હાર્યું નથી.
  3. પાક.ના શોએબ મલિક એક માત્ર એવા ખેલાડી છે, જેમણે ભારત-પાક.ની ચેમ્પિયન્સ ટ્રોફીની ત્રણેય મેચમાં ભાગ લીધો છે.
  4. આ વર્ષે શોએબ મલિક છઠ્ઠી વાર ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમશે. આ પહેલાં શોએબ મલિક 2002, 2004, 2006, 2009 અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં રમી ચૂક્યાં છે.
  5. ભારત-પાક.ની ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં સદી ફટકારનાર એક માત્ર ખેલાડી છે શોએબ મલિક. વર્ષ 2009માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલ મેચમાં શોએબે 126 બોલમાં 128 રન બનાવ્યા હતા, આ મેચમાં પાકિસ્તાને ભારતને 54 રનથી હરાવ્યું હતું.
  6. ભારત અને પાકિસ્તાન એજબસ્ટન ગ્રાઉન્ટ પર ત્રીજી વાર ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમવા જઇ રહ્યાં છે. આ પહેલાં વર્ષ 2004 અને 2013માં બંન્ને ટીમો આ ગ્રાઉન્ટ પર ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમી ચૂકી છે.
  7. ભારત અને પાક. તરફથી ચેમ્પિયન્સ ટ્રોફીની કોઇ પણ મેચમાં બોલર્સ 5 વિકેટ નથી લઇ શક્યા. આશિષ નેહરા(વર્ષ 2009 4/55), નાવિદ-ઉલ-હસન(2004 4/25) અને શોએબ અખ્તર(2004 4/36) સાથે સૌથી આગળ છે.
  8. રવિવારે રમાનાર આ મેચમાં વિરાટ કોહલી પહેલીવાર કપ્તાન તરીકે મોટી આઇસીસી ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર છે.
  9. સરફરાઝ માટે પણ કપ્તાન તરીકે આ પહેલી મોટી આઇસીસી ટૂર્નામેન્ટ છે.
  10. કપ્તાન કોહલી અને સરફરાઝ બંન્ને અંડર-19 વિશ્વ કપમાં કપ્તાન તરીકે પોતાની ટીમનું નેતૃત્વ કરી ટીમને જીત અપાવી ચૂક્યાં છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં વર્ષ 2008માં ભારતને જીત મળી હતી. સરફરાઝની કપ્તાની હેઠળ પાકિસ્તનની ટીમને વર્ષ 2004માં જીત મળી હતી.
English summary
Champions Trophy 2017: 10 facts about India Pakistan Match.
Please Wait while comments are loading...