ચેમ્પિયન ટ્રોફી પહેલા ભૂલથી પણ ના આવતા આ અફવામાં

Posted By:
Subscribe to Oneindia News

ચેમ્પિયન ટ્રોફી 2017ના બીજા સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યા પછી ભારતનો ફાઇનલમાં રવિવારે પાકિસ્તાન સાથે રમશે. જો કે પાકિસ્તાન સાથેની મેચ પહેલા મીડિયામાં તેવી ખબરો ફરતી થઇ હતી કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની તબિયત ખરાબ થઇ ગઇ છે. જેના કારણે તે લંડન દવા લેવા ગયા હતા. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બિમાર છે. વિરાટે બાંગ્લાદેશ વિરુદ્ધની સેમીફાઇનલ મેચમાં 96 રનો જોરદાર સ્કોર આપ્યો હતો. સાથે જ તે વનડેમાં સૌથી ઝડપથી 8000 રન બનાવનાર ખેલાડી પણ બની ગયા હતા.

VIRAT KOHLI

એક ટીવી ચેનલના કહેવા મુજબ વિરાટ મેચ જીત્યા પછી તરત જ બસમાં બેસી લંડન જવા માટે નીકળી ગયા હતા. જો કે ટીમ ઇન્ડિયાએ આ સમાચારનું ખંડન કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમે મીડિયા મેનેજર ગૌરવ સક્સેનાએ મીડિયાને કહ્યું હતું કે કોહલી બિમાર નથી. અને તેમની તબિયત ખરાબ હોવાની વાત એકદમ ખોટી છે. ઉલ્લેખનીય છે શ્રીલંકા વિરુદ્ધની મેચમાં તે 0 રને આઉટ થઇ ગયા હતા. પણ ત્યારે વિરાટની તબિયત સારી છે તે વાત જાણીને ક્રિકેટ પ્રેમીઓએ હાશકારો અનુભવ્યો હતો.

English summary
Champions trophy 2017: Virat Kohli Is Fit For The Final against Pakistan
Please Wait while comments are loading...