ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતાની ઇનામની રકમ જાણી ચોંકી ઉઠશો

Subscribe to Oneindia News

ક્રિકેટ વિશ્વની સૌથી લોકપ્રિય અને ધનિક રમતોમાંની એક છે. ક્રિકેટની દરેક મોટી રમત માટે કરોડો રૂપિયાનું ઇનામ રાખવામાં આવે છે. 1લી જૂનથી ઇંગ્લેન્ડમાં રમનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017 માટે ઈનામની રકમની જાહેરાત કરવામાં આવી છે. ગત વખત કરતાં આ વખતની ઈનામની રકમમાં વધારે છે. આઈસીસી દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં પહેલા કરતા 5 લાખ ડોલરનો વધારો કરવામાં આવ્યો છે.

cricket

હવે જે પણ ટીમ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017 જીતશે તેને 2.2 મિલિયન યુએસ ડોલર અર્થાત 141186100 રૂપિયા મળશે. બીજા સ્થાન પર વિજેતા બનનાર ટીમને 1.1 મિલિયન યુએસ ડોલર અર્થાત 70593050 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

મીની ક્રિકેટ વર્લ્ડ કપ ગણવામાં આવતી ચેમ્પિયન્સ ટ્રોફી આઇસીસીની બીજી સૌથી મોટી ટુર્નામેન્ટ છે, જે 1 જૂનથી 18 જૂન દરમિયાન ઇંગ્લેન્ડમાં રમાશે. કુલ મળીને આ વખતે દરેક ટીમને મળનારી ઇનામની રકમ 4.5 મિલિયન યુએસ ડોલર અર્થાત્ 288789750 હશે, જે વર્ષ 2013 કરતાં 500,000 રૂપીયા યુએસ ડોલર અર્થાત 32087750 રૂપિયા વધારે છે. 2013માં યોજાયેલ ચેમ્પિયન્સ ટ્રોફી પણ ઇંગ્લેન્ડમાં જ રમાઇ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ 1 જૂનના રોજ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. ભારતની પ્રથમ મેચ 4 જૂને પાકિસ્તાન સામે રમાશે.

English summary
Champions Trophy 2017 winners to get prize money USD 2.2 million.
Please Wait while comments are loading...