For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CT 2017: ભારતને સેમીફાઇનલમાં પહોંચાડવામાં ધોનીનો હાથ

વિરાટ કોહલીએ કહ્યું, મેચ દરમિયાન ધોનીની સૂચના ખૂબ ઉપયોગી સાબિત થઇ.

By Shachi
|
Google Oneindia Gujarati News

રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ખરાખરીનો ખેલ રમાઇ ગયો, જેમાં ભારતે દ.આફ્રિકાને કારમી માત આપી હતી. જીત બાદ ફરી એકવાર ક્રિકેટ રસિયાઓમાં ટીમ ઇન્ડિયા અને કપ્તાન વિરાટ કોહલીની વાહવાહી થઇ રહી છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી ગઇ છે. દક્ષિણ આફ્રિકાની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2017ના પ્રમુખ દાવેદારોમાંની એક હતી, પરંતુ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીં એમ ત્રણેય મામલે આ ટીમનું પ્રદર્શન ખાસું નબળનું રહ્યું. જ્યારે ભારતની ટીમે ત્રણે પક્ષે સાનાદાર રમતનું પ્રદર્શન કરી લોકોનું મન જીતી લીધું છે.

virat kohli

આ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં શ્રીલંકા સામે રમાયેલ મેચમાં ભારતીય બોલરો ધીરા પડ્યા હતા, જ્યારે દ.આફ્રિકા સામેની મેચમાં વિજય મેળવવામાં ભારતીય બોલરોનો મોટો ફાળો રહ્યો હતો. બેટિંગમાં દ.આફ્રિકાએ ધમાકેદાર શરૂઆત કરી હતી, પરંતુ બે વિકેટ પડ્યા બાદ ટીમ ધીરી પડી ગઇ. ભારતીય બોલરોએ તેમને વધુ રન કરવા ન દીધા.

કોહલીએ જીતને શ્રેય આપ્યો ધોનીને

મેચ બાદ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ ભારતના શાનદાર રમત પ્રદર્શનનો તમામ શ્રેય પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને આપ્યો હતો. કોહલીએ કહ્યું કે, 43મા ઓવરમાં મેં જ્યારે જસપ્રીત બુમરાહને બોલિંગ કરવાનું કહ્યું ત્યારે મારી પાસે જ ઊભા હતા. તેમણે મને ભુવનેશ્વરને બોલિંગ આપવા જણાવ્યું, મેં ધોનીની સલાહ માની લીધી અને એ માસ્ટર સ્ટ્રોક સાબિત થઇ. ભુવનેશ્વરે એ ઓવરમાં સતત બોલમાં બે વિકેટ ઝડપી અને આફ્રિકાને સ્કોર કરતા રોક્યું. કોહલીએ આગળ કહ્યું કે, ગેમના કોઇ પણ ચરણમાં મહેન્દ્ર સિંહ ધોની તરફથી આપવામાં આવતા સૂચનો હંમેશા સટીક હોય છે, અનુભવી ખેલાડી પાસેથી મળતા ઇનપુટ હંમેશા અણમોલ સાબિત થાય છે.

મહેન્દ્ર સિંહ ધોની વિશે વિરાટે આગળ શું-શું કહ્યું, જુઓ વીડિયોમાં...

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virat Kohli hailed the former captain MS Dhoni on the field, as India qualified for the semi-finals of the ICC champions trophy. He said I keep taking his input, his input is always very precise,very helpful at any stage of the game.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X