ચેતન સાકરિયાના પિતાનું કોરોનાથી નિધન, સપનું અધૂરું રહી ગયું

રાજસ્થાન રોયલ્સ તરફથી આઈપીએલની આ સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કરનાર ચેતન સાકરિયા પર દુખોનો પહાડ ટૂટી ગયો છે. તેમના પિતા જેઓ કોરોના સંક્રમિત હતા અને હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો, આજે તેમનું નિધન થયું છે.

રાજસ્થાન રોયલ્સ તરફથી આઈપીએલની આ સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કરનાર ચેતન સાકરિયા પર દુખોનો પહાડ ટૂટી ગયો છે. તેમના પિતા જેઓ કોરોના સંક્રમિત હતા અને હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો, આજે તેમનું નિધન થયું છે. કોરોનાના પગલે આઈપીએલ સસ્પેન્ડ થયા બાદ સાકરિયા પોતાના પિતા માટે હોસ્પિટલ અને ઘરના ચક્કર લગાવી રહ્યો હતો. સાકરિયા પોતાના પિતા માટે ઘર બનાવવા માંગતો હતો, પરંતુ તેમનું આ સપનું અધૂરું રહી ગયું અને પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધી.

chetan sakariya

જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સની ટીમે ચેતન સાકરિયા 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જે બાદ રાજસ્થાન તરફથી રમતાં સાકરિયાએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. સાકરિયાએ કહ્યું કે લોકો જ્યારે આઈપીએલ સસ્પેન્ડ કરવાની વાત કરી રહ્યા હતા તો હું કહેવા માંગું છું કે આઈપીએલને કારણે મને મારી ફીનો એક મોટો ભાગ પહેલેથી જ ટીમ તરફથી મળ્યો, આ પૈસાથી હું મારા પિતાનો ઈલાજ કરાવી શકું છું. પરિવારમાં પૈસા કમાનાર હું એકમાત્ર વ્યક્તિ છું અને ક્રિકેટ જ મારી કમાણીનો એકમાત્ર સ્રોત છે. આઈપીએલ સસ્પેન્ડ થયા બાદ સાકરિયાએ જણાવ્યું કે તે સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી દરરોજ તેના પિતા દાખલ હતા તે હોસ્પિટલની બહાર બેંચ પર બેસી રહેતો હતો.

જણાવી દઈએ કે ચેતન સાકરિયાના પિતા ઑટો ચલાવતા હતા પરંતુ પાછલા કેટલાક સમયથી કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ હતા. સાકરિયાએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે તે પોતાના પિતા અને ઘરવાળાઓ માટે એક ઘર બનાવવા માંગે છે. આઈપીએલમાં મને જે પૈસા મળ્યા છે તેનાથી હું ઘર બનાવીશ. આઈપીએલની આ સિઝનમાં જેવી રીતે રાજસ્થાનથ રોયલ્સની ટીમનું પ્રદર્શન ઘણું નિરાસાજનક રહ્યાબાદ સાકરિયાએ કહ્યું કે મારા પરિવાર વાળા કહેતા હતા કે તમે મેચ કેમ નથી જીતી શકતા, નાક ના કપાવતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X