વીડિયો: રાજકોટમાં ટીમ ઇન્ડિયાએ માણી ક્રિકેટર ચેતેશ્વરની મહેમાનગતિ

Posted By:
Subscribe to Oneindia News

ગુરુવારે, ભારતીય ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી. રવિવારે રાજકોટમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે રમાનારી વન-ડે પહેલા રાજકોટ પહોંચેલી ટીમ ઇન્ડિયાએ થોડો આરામ કરીને ટીમ ઇન્ડિયાની બસ લઇને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારાના ઘરે ગઇ. નોંધનીય છે કે ચેતેશ્વરે ભારતીય ક્રિકેટ ટીમને ભાવભરેલું આમતંત્ર આપ્યું હતું કે સૌરાષ્ટ્રની મહેમાનગતિ માણવા માટે.

ત્યારે જ્યારે ટીમ ઇન્ડિયાની બસ ચેતેશ્વરના ઘરે પહોંચી ત્યારે મોટી સંખ્યામાં આસપાસના લોકો ટીમ ઇન્ડિયાની એક ઝલક મેળવા માટે ઉમટી પડ્યા હતા. મરુન ટી શર્ટમાં પહેલા ઉતરેલા ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને જોઇને લોકોએ બૂમો પાડી તેને વધાવી લીધો હતો.

cheteswar pujara

ત્યારે ચેતેશ્વરે ટીમ ઇન્ડિયાના ગુજરાતી ભોજનનો સ્વાદ ચખાડ્યો હતો. અને ભારતીય ક્રિકેટ ટીમે પણ ચટકારા લેતા ગુજરાતના સ્વાદિષ્ઠ ભોજનનો સ્વાદ લીધો હતો. અને જલેબી, રોટલા, કડી જેવા ગુજરાતી ખાવાનો સ્વાદ માણ્યો હતો. લગભગ ત્રણ કલાક રહેલી ટીમ ઇન્ડિયાએ ચેતેશ્વરના પરિવારજનો સાથે ફોટો પણ પડાવ્યા હતા. જો કે જે બાદ તેઓ હોટલ પરત ફર્યા હતા. ત્યારે ટીમ ઇન્ડિયાનો ચેતેશ્વરના ઘરની અંદરનો વીડિયો જુઓ અહીં.

English summary
Cheteswar Pujara Given Dinner To Team India At his Home In Rajkot

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.