For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Virat Kohli ના કરિયરના 12 વર્ષ પૂરાં, જાણો કોહલીની વિરાટ ઉપલબ્ધીઓ

Virat Kohli ના કરિયરના 12 વર્ષ પૂરાં, જાણો કોહલીની વિરાટ ઉપલબ્ધીઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે આજની તારીખ અતિ મહત્વની છે, કેમ કે તેમણે આજના દિવસે જ એટલે કે 18 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રી ગણેશાય કર્યા હતા. કોહલી વર્ષ 2008માં ટીમમાં સામેલ થયો હતો. ત્યારે તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી. આજે કોહલીએ પોતાના કરિયરના 12 વર્ષ પૂરાં કરી લીધાં છે. તેણે એમએસ ધોનીના નેતૃત્વમાં પોતાની યાત્રા એટલી તેજીથી શરૂ કરી કે આજે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના સૌથી મૂલ્યવાન બેટ્સમેન બની ગયા છે.

વર્લ્ડ કપ 2011થી ધ્યાન ખેંચ્યું હતું

વર્લ્ડ કપ 2011થી ધ્યાન ખેંચ્યું હતું

તેમની પાસે હજી પણ એક કેપ્ટનના રૂપમાં જવાનો એક લાંબો રસ્તો છે, પરંતુ એક બેટ્સમેનના રૂપમાં તેમણે ખુદને અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સાબિત કર્યા છે. તેઓ 2011 વર્લ્ડ કપ જીતતનાર ભારતીય ટીમના પણ ભાગ હતા. તેમણે આ દરમિયાન પોતાની ઓળખ એવા સમયે બનાવી જ્યારે 2011 વર્લ્ડ કપના પહેલા મેચમાં તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ શદી ફટકારી પોતાની ક્ષમતા દેખાડી. સહેવાગે તે મેચમાં 175 રન બનાવ્યા પરંતુ વિરાટની શદીએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું. અહીં તેમણે એક નવી ઓળખ સ્થાપિત કરી અને એક રન મશીનના રૂપમાં નવી ઓળખ અને યાત્રા શરૂ થઈ.

ક્રિકેટ પ્રત્યે ઝૂનુન દેખાડે છે

ક્રિકેટ પ્રત્યે ઝૂનુન દેખાડે છે

તેમને પહેલાની સરખામણીએ આક્રમક થવાને બદલે તેમના આક્રમક સ્વભાવ માટે કેટલાય લોકો દ્વારા યાદ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં સરખામણી કરતાં રમત વધુ મહત્વની હોવાનું તેમણે મહેસૂસ કરતાં, તેમણે ગેમ તરફ પોતાનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમના કરિયરમાં પણ કેટલાય ઉતાર ચઢાવ આવ્યા છે પરંતુ આજે પણ આવા પ્રકારની જિદ અે દ્રઢતા વાળા ખેલાડી મળી આવવા બહુ દુર્લભ છે. તેમની ફિટનેસ માટે તેમનું ઝૂનુન, આના માટે કેટલીય પસંદિત ચીજોમાં તેમનું બલિદાન, તમામ ખેલ માટે પોતાનો પ્રેમ દેખાડે છે.

ક્યારે અને ક્યાં હાંસલ કરી વિરાટ ઉપલબ્ધીઓ

ક્યારે અને ક્યાં હાંસલ કરી વિરાટ ઉપલબ્ધીઓ

  • 18 ઓગસ્ટ 2008- દાંબુલામાં શ્રીલંકા વિરુદ્ધ વનડે ક્રિકેટમાં ડેબ્યૂ. આ વિરાટ કોહલીનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પણ હતું.
  • 24 ડિસેમ્બર 2009- ફર્સ્ચ ઈન્ટરનેશનલ સેન્ચ્યુરી (ઈડન ગાર્ડન મેદાનમાં શ્રીલંકા સામે)
  • 12 જૂન 2010- હરારેમાં જિમ્બાબ્વે વિરુદ્ધ ટી20ની શરૂઆત
  • 20-23 જૂન 2011- કિંગ્સટાઉનમાં વિંડીઝ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ.
  • 19 એપ્રિલ 2011- પહેલી વર્લ્ડ કપ શદી
  • 6 જાન્યુઆરી 2015- કેપ્ટન તરીકે ભારતીય ટેસ્ટ ટીમની પહેલી મેચ રમી (ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં)
  • 15 જાન્યુઆરી 2017- ત્રણેય ફોર્મેટના કેપ્ટન બન્યા.
  • 16 નવેમ્બર 2017- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 શદી પૂરી.

‘ખીચા કાતરુથી પણ તેજ હતો ધોની', જાણો શાસ્ત્રીએ આવું કેમ કહ્યું‘ખીચા કાતરુથી પણ તેજ હતો ધોની', જાણો શાસ્ત્રીએ આવું કેમ કહ્યું

આંતરરાષ્ટ્રીય કરિયર

આંતરરાષ્ટ્રીય કરિયર

  • ટેસ્ટઃ 86 મેચ- 7240 રન, 27 શદી, 22 ફિફ્ટી, એવરેજ 53.62
  • વનડેઃ 248 મેચ- 11867 રન, 43 શદી, 58 ફિફ્ટી, એવરેજ- 59.33
  • ટી20: 82 મેચ- 2794 રન, 24 ફિફ્ટી, એવરેજ 50.80

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Complete report on Virat Kohli's cricket career of 12 year in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X