ચેતેશ્વર પુજારાના રેકોર્ડ બ્રેક પછી તેના પરિવાર કહ્યું આ...

Subscribe to Oneindia News

ચેતેશ્વર પુજારાએ એક વર્ષમાં સૌથી વધુ રન બનાવાવનો 50 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કર્યો આ રેકોર્ડ વર્ષ 1964 - 65માં મહારાષ્ટ્રની ટીમનાં ખેલાડી ચંદુભાઇ બોરડે 21 મેચમાં 1604 રનનો રેકોર્ડ સ્થાપ્યો હતો. જોકે આ વર્ષે આ રેકોર્ડને ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ 13 મેચમાં 1605 રન બનાવીને બ્રેક કર્યો છે. અને નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ચેતેશ્વર પુજારાના પરિવારે ચેતેશ્વરની આ જીત પર ભારે ખુશી વ્યક્ત કરી છે.

cheteshwar

ચેતેશ્વર પૂજારાનાં પિતા અરવિંદ પૂજારાએ જણાવ્યું કે 50 વર્ષ જૂનો આ રેકોર્ડ ચેતેશ્વરે પોતાની મહેનતથી તોડ્યો છે રેકોર્ડ તોડવા માટે જ હોય છે ત્યારે ચેતેશ્વરનો રેકોર્ડ પણ અન્ય કોઇ તોડી શકે છે. તો બીજી તરફ ચેતેશ્વરની પત્ની પૂજા પૂજારાએ જણાવ્યું હતું કે ચેતેશ્વરે આજે જે રેકોર્ડ તોડ્યો છે તેનાંથી તેના પરિવારમાં ખુશી છે. ચેતેશ્વર પોતાની મહેનતથી આગળ વધ્યા છે. હજું પણ અનેક રેકોર્ડ બ્રેક કરી શકે છે. ત્યારે રેકોર્ડ બ્રેક કરવાના આ સમાચાર જાણ્યા પછી ચેતેશ્વરના સમગ્ર પરિવારમાં તેની આ સિદ્ધી માટે ખુશી છવાઇ ગઇ હતી. અને બધાએ તેમની આ સિદ્ધીને બિરદાવી હતી.

English summary
Cricket : Cheteshwar pujara break record, read here his family people's reaction.
Please Wait while comments are loading...