For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 જૂનથી ફરી શરૂ થઈ જશે ક્રિકેટ, નવા નિયમો સાથે ઉતરશે ટીમ

6 જૂનથી ફરી શરૂ થઈ જશે ક્રિકેટ, નવા નિયમો સાથે ઉતરશે ટીમ

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં લાખો લોકને પોતાનો શિકાર બનાવી ચૂકેલ મહામારી કોરોના વાયરસને પગલે પાછલા કેટલાય સમયથી ક્રિકેટ ઠપ્પ પડ્યું છે. જો કે તમામ ક્રિકેટ બોર્ડ ગમે તેમ કરીને ક્રિકેને ફરીથી શરૂ કરવાની કોશિશ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂજ છે. 6 જૂનથી ફરીથી ક્રિકેટ શરૂ થઈ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 6 જૂનથી ડાર્વિન એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે જે ટી20 ફોર્મેટમા રમાશે. જો કે આ પ્રતિયોગિતામાં ટીમો બદલાયેલા નિયમો સાથે મેદાનમાં ઉતરશે.

cricket

જે અંતર્ગત આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓને બોલ ચમકાવવા માટે કોઈપણ પ્રકારની લાર કે પરસેવાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેની જગ્યાએ બોલને ચમકાવવા માટે ઉપયોગ કરાતા વિકલ્પો પર ડાર્વિન ક્રિકેટ મેનેજમેન્ટ ગ્રુપ વિચાર કરી રહ્યું છે. આ વિકલ્પોમાં અમ્પાયરની હાજરીમાં બોલ પર વેક્સની પોલિશ લગાવવી પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેતા પહેલા ક્લબોને સુરક્ષા આંકલન યોજના પૂરી કરવી પડશે અને તેને નોર્થર્ન ટેરિટરી સરકારને સોંપવું પડશે જે બાદ જ તેમને રમવાની મંજૂરી મળી શકશે.

ડીસીએમ અધ્યક્ષ લૈકલન બોર્ડે એબીસી ગ્રેન્ડસ્ટેન્ડને કહ્યું કે, 'આઈસીસી નવી રીતો શોધવા માટે દુનિયાભરના ક્રિકેટ એકમો સાથે મળી કામ કરી રહ્યું છે. અમને વિશ્વાસ છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી સ્પષ્ટ દિશાનિર્દેશ મળશે કે શું કરવાની મંજૂરી હશે અને શું નહિ.'

ઘરે જવા નીકળેલા મજૂરોએ હાઈવે પર ધમાલ મચાવ્યો, પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યોઘરે જવા નીકળેલા મજૂરોએ હાઈવે પર ધમાલ મચાવ્યો, પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
cricket is ready to start again from 6th june as ca allows to resume club cricket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X