વિરાટને લઈ અનુષ્કા પહોંચી ડોક્ટર પાસે, જાણો કેમ?

Written By:
Subscribe to Oneindia News

વિરાટ અને અનુષ્કાની લવ સ્ટોરી હંમેશા ચર્ચાનું કેન્દ્ર બની છે. તેઓ કોઇ પણ જગ્યાએ જાય અથવા સોશ્યલ મીડિયા પર કોઇ ફોટો પોસ્ટ કરે, તે સાથે જ ફોટો વાયરલ થવા લાગે છે. આ વખતે પણ એવું જ કઇંક બન્યું છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. જો કે, આ ફોટો તેમની કોઇ ટ્રિપનો નથી, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર સાથે લીધેલ સેલ્ફી છે. આ ઉપરાંત તેમણે થોડા દિવસ પહેલા જ વિરાટ અને અનુષ્કા એક એડમાં સાથે જોવા મળ્યા હતા, આ એડનો વીડિયો અને તસવીરો ખૂબ વાયરલ થયા છે અને તેમના ફેન્સને ખૂબ પસંદ પણ પડી રહ્યાં છે. આ બધા વચ્ચે આ કપલ અચાનક હોસ્પિટલ શા માટે ગયા? એ વાંચો અહીં...

વિરાટ-અનુષ્કા મળ્યા ડોક્ટરને

વિરાટ-અનુષ્કા મળ્યા ડોક્ટરને

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો આ ફોટો ડૉ. જ્વેલ ગમાડિયાએ પોતાના ઇનસ્ટાગ્રામ પર મુકી હતી. આ ડૉક્ટર પાસે તેઓ પોતાનો ટ્રીટમેન્ટ માટે ગયા હતા, જો કે તેમને કોઇ બીમારી નથી. તેઓ ડોક્ટર પાસે પોતાની સુંદરતાને હજુ કેવી રીતે વધારવી તેની સલાહ લેવા ગયા હતા.

અનુષ્કાના ખાસ ડોક્ટર

અનુષ્કાના ખાસ ડોક્ટર

ડૉ. ગમાડિયા એક્યુપંક્ચરિસ્ટ છે. અનુષ્કા શર્મા તેમની પાસે અવાર નવાર આવતી રહે છે. આ વખતે તે પોતાની સાથે વિરાટને પણ લઇ ગઈ હતી. આ તસવીરો એ મુલાકાત સમયની જ છે, જે ડૉક્ટરે શેર કરી હતી. જે થોડા જ સમયમાં વાયરલ થવા લાગી હતી. આ ઉપરાંત થોડા દિવસ પહેલા તેમણે કરેલી એક એડના ફોટો પણ ઘણા વાયરલ થયા હતા.

લગ્નના સાત વચન

લગ્નના સાત વચન

વિરાટ અનુષ્કાની એક એડનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ બંને લગ્નના સાત વચનો લેતા દર્શાવવામાં આવે છે. આ એડ ખૂબ ક્યૂટ છે અને આથી તેમને ફેન્સ તથા આ કપલને સાથે જોવા માંગતા ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે. વળી, ઘણા સમય બાદ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ એક સાથે કોઇ એડમાં જોવા મળ્યા છે. સામાન્ય રીતે તેઓ પોતાની પર્સનલ લાઇફને મીડિયાથી અલગ રાખે છે અને જરૂર જણાય ત્યારે એક બીજાની વાત પર કોઇ સારી કોમેન્ટ કરતા જોવા મળે છે.પરંતુ આ પ્રકારની લગ્નની એડમાં સાથે કામ કરીને તેમણે ફેન્સને જાણે સુંદર સરપ્રાઇઝ આપ્યું છે.

ક્રિકેટ અને બોલીવૂડ

ક્રિકેટ અને બોલીવૂડ

ક્રિકેટ અને બોલિવૂડના સંબંધો ઘણા વર્ષોથી જોવા મળ્યાં છે. એમાં પણ વિરાટ-અનુષ્કા હાલ મીડિયા ઉપરાંત લોકો માટે પણ હોટ ટોપિક છે. બંને પોતાની ફિલ્ડમાં આગળ છે અને જરૂર પડ્યે એકબીજાનો સાથ આપે છે. તેઓ મીડિયા સામે નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ અનેકવાર જાહેર કરી ચૂક્યાં છે. યુવી-હેઝલના લગ્નમાં આ બંને સાથે જોવા મળ્યા હતા, ત્યારથી તેમના મેરેજની વાતો પણ અવારનવાર સાંભળવા મળે છે. આથી જ જ્યારે વિરાટ-એનુષ્કાની એડનો વીડિયો વાયરલ થયો ત્યારથી ફરી એકવાર તેમના લગ્નની વાતો ઉડવા માંડી છે. હવે જોવાનું એ છે કે, તેઓ આ અફવાની હકીકતમાં ક્યારે ફેરવે છે.

English summary
Cricketer Virat Kohli visiting a doctor with his actress girlfriend,Photos gone viral on the internet.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.