For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ કપ બાદ ટી20 કપ્તાની છોડશે વિરાટ કોહલી, શર્મા બની શકે નવા કેપ્ટન

vવર્લ્ડ કપ બાદ ટી20 કપ્તાની છોડશે વિરાટ કોહલી, શર્મા બની શકે નવા કેપ્ટન

|
Google Oneindia Gujarati News

ભારતીય ટીમના ધાકડ બેટ્સમેન અને કેપ્ટન વિરાટ કોહલીએ ચોંકાવનારો નિર્ણય લીધો છે. વિરાટ કોહલી ટી20 ટીમની કપ્તાની છોડી દેશે. વિરાટ કોહલી બાદ રોહિત શર્મા ટી20 ફોર્મેટના કેપ્ટન બની શકે છે.

Recommended Video

Sports : વિરાટ કોહલીએ કરી T20 કેપ્ટનશીપ છોડવાની જાહેરાત, 2021 વિશ્વકપમાં અંતિમ વખત સંભાળશે સુકાનીપદ

virat kohli

વિરાટ કોહલીએ પત્ર લખી પોતાના નિર્ણય અંગે જણાવ્યું છે. વિરાટ કોહલીએ પોતાના પત્રમાં લખ્યું કે, ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત ભારતીય ટીમને લીડ કરી શક્યો તે બદલ ખુદને ભાગ્યશાળી માનું છું. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકેના મારા પ્રવાસમાં મને સમર્થન આપનાર તમામ લોકોનો હું આભારી છું. ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, સિલેક્શન કમિટી,, મારા કોચ અને દરેક ભારતીયનો હું આભારી છું, જેમના વિના હું આ કરી ના શક્યો હોત.

વધુમાં વિરાટ કોહલીએ લખ્યું કે, છેલ્લા 8-9 વર્ષથી ત્રણેય ફોર્મેટમાં હું કપ્તાની સંભાળી રહ્યો હતો જેને લઈ વર્કલોડ ખુબ વધી જતો હતો. મારે ભારતીય ટેસ્ટ ટીમ અને વનડે ક્રિકેટ ટીમને લીડ કરવા પર વધુ ભાર આપવો જોઈએ તેવું અનુભવી રહ્યો છું. ટી20 કેપ્ટન તરીકેના મારા સમય દરમિયાન મેં મારી ટીમને બધું જ આપ્યું અને હવેથી ટી20 ટીમના બેટ્સમેન તરીકે મારું કર્તવ્ય નિભાવતો રહીશ.

વિરાટ કોહલીએ આ નિર્ણય લેતા પહેલાં તેની નજીકના લોકો, રવિ શાસ્ત્રી, રોહિત શર્મા સહિતના લોકો સાથે ચર્ચા કરી હતી. સાથે જ કોહલીએ જમાવ્યું કે ઓક્ટોબર 2021માં દુબઈ ખાતે રમાનાર ટી20 વર્લ્ડ કપ બાદ તે ટી20 ટીમનું કેપ્ટન પદ છોડી દેશે. આ બાબતે કોહલીએ BCCIના સેક્રેટરી જય શાહ BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને સિલેક્ટર્સ સાથે પહેલેથી જ વાતચીત કરી છે.

ટી20 કેપ્ટન તરીકે કોહલીનો રેકોર્ડ

વિરાટ કોહલી ટી20 કેપ્ટન તરીકે કુલ 45 મેચ રમ્યા છે જેમાંથી 27 મેચમાં જીત હાંસલ કરી છે જ્યારે 14 મેચમાં હાર સાંપડી હતી. આમ કોહલીને જીતનો રેશિયો 65.11% રહ્યો. 32 વર્ષની ઉંમરે આટલી બધી સિદ્ધિઓ છતાં આવડો મોટો નિર્ણય લેવા માટે જબરી હિંમત જોઈએ. જણાવી દઈએ વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી જ રહેશે. જો કે હવે કોહલી કપ્તાની છોડ્યા બાદ રોહિત શર્માને ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જો કે આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
despite having win rate of 65.11 percent, virat kohli to step down as t20 captain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X