For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મેં પલ દો પલ કા શાયર હું', ફેન્સ સામે ધોનીએ ગીત ગાયું, જુઓ વીડિયો

'મેં પલ દો પલ કા શાયર હું', ફેન્સ સામે ધોનીએ ગીત ગાયું, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ છેલ્લા છ મહિનાથી ક્રિકેટ જગતમાં સૌથી વધુ ધોનીના ભવિષ્યને લઈને સવાલો થઈ રહ્યા છે. 2019 વર્લ્ડ કપમાં ભારતના અભિયાન બાદ વિકેટકીપર-બેટ્સમેને સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડથી મળેલ હાર બાદથી એકેય મેચ નથી રમી. નવેમ્બરમાં એક રિપોર્ટ સામે આવ્યો હતો કે ભારતના પૂર્વ કેપ્ટન ટ્રેનિંગ પર પરત આવી ગયા છે અને ટીમમા વાપસી માટે તૈયારી કરી રહ્યા છે, જે જાન્યુઆરીમાં થઈ શકે છે. પરંતુ તેમની મેદાની વાપસી પહેલા ધોની પોતાના સિંગર અવતાર માટે પણ સોશિયલ મીડિયા પર છવાયા છે.

મેં પલ દો પલ કા શાયર હું

મેં પલ દો પલ કા શાયર હું

હાલમાં જ મિત્રો વચ્ચે પણ એક ગીત ગાતા ધોનીનો વીડિયો વાયરલ થયો હતો અને હવે તેમનો એક આવો જ વીડિયો એક પ્રશંસક દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં ધોની ગીત ગાતા જોવા મળી રહ્યા છે, 'મે પલ દો પલ કા શાયર હું, પલ દો પલ મેરી કહાની હૈ. પલ દો પલ મેરી હસ્તી હૈ, પલ દો પલ મેરી જવાની હૈ.'

મિત્રો સમે પણ આ ગીત ગાયું હતું

મિત્રો સમે પણ આ ગીત ગાયું હતું

ડિસેમ્બરની શરૂઆતમાં જ મિત્રોના જમાવડામાં ગીત ગાતા ધોનીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ દરમિયાન એક અહેવાલ અંતર્ગત ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની જલદી જ ફેન્સની વચ્ચે વાપસી કરતા જોવા મળશે. જો કે એમએસ ધોનીની આ વાપસી મેદાન પર નહિ બલકે ટીવીની દુનિયાના રૂપેરી પડદા પર હશે. ઈંગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડ કપ બાદથી સતત મેદાનથી દૂર રહેલા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ દોની જલદી જ એક ટીવી સીરીઝ લઈને આવી રહ્યા છે, જેમાં તેઓ બારતીય સેનાના એવા બહાદુર સૈનિકોની કહાની સંભળાવતા જોવા મળશે જેમને સરકારે તેમની બહાદુરી અને પરાક્રમ માટે સન્માનિત કર્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ સ્ટૂડિયોનેક્સ્ટ સાથે કરાર કર્ોય છે જે અંતર્ગત તેઓ તેમની સીરીઝમાં વક્તાનો રોલ નિભાવશે અને આ સીરીઝ દરમિયાન સેનાના પુરસ્કૃત અધિકારીઓની કહાની સંભળાવશે.

ધોનીની વાપસી

જણાવી દઈએ કે પાછલા અઠવાડિયે BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીને સવાલ કરવામાં આવ્યો હતો કે 'શું ધોની આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વર્લ્ડ કપમાં રમશે.' પોતાની પ્રતિક્રિયામાં પૂર્વ કેપ્ટને કહ્યું હતું કે "કૃપયા ધોનીને પૂછો."

ભારતીય ક્રિકેટમાં સૌથી મોટાં નામમાંથી એક ધોનીએ ભારતને બે વર્લ્ડ કપ અપાવ્યા- 2007માં દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપ ટી20 અને 2011માં વનડે વર્લ્ડ કપ. ધોનીએ હાલમાં જ પોતાની વાપસીના અહેવાલ પર માત્ર એટલું જ કહ્યું કે તેઓ જાન્યુઆરી પહેલા આ વિશે કોઈ વાત કરવા માંગતા નથી.

વિલિયમ્સને આ રીતે લીધો કોહલીથી બદલો, આ રીતે કર્યું સેલીબ્રેશનવિલિયમ્સને આ રીતે લીધો કોહલીથી બદલો, આ રીતે કર્યું સેલીબ્રેશન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
dhoni wins hearts by singing songs mei pal do pal ka shayar hu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X