GT vs PBKS: લિવિંગસ્ટનની તોફાની બેટીંગ, 21 બોલમાં મારી ફીફ્ટી
આઇપીએલ 2022ની 16મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગસ વચ્ચે રમાઇ રહી છે. આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. હાર્દિક પાંડ્યાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે પ્રથમ બેટીંગ કરતા 13 ઓવરમાં
આઇપીએલ 2022ની 16મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગસ વચ્ચે રમાઇ રહી છે. આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. હાર્દિક પાંડ્યાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે પ્રથમ બેટીંગ કરતા 13 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 124 રન બનાવ્યા હતા. આ સાથે લિયમ લિવિંગસ્ટને 21 બોલમાં 50 રન બનાવ્યા હતા.

ઉલ્લેખનિય છેકે ગુજરાત ટાઇટન્સે અત્યારસુધી 2 મેચ રમી છે અને બન્ને મેચમાં જીત હાંસલ કરી છે. પંજાબ કિંગ્સે ટોટલ 3 મેચ રમી છે જેમાં એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પોઇન્ટ ટેબલની વાત કરીયે તો ગુજરાત માત્ર 2 મેચ રમીને પણ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે પંજાબ 3 મેચ સાછે ટેબલ પર 5માં સ્થાને છે.












Click it and Unblock the Notifications
