B'day Special: એમએસ ધોની અને નંબર 7નું સ્પેશિયલ કનેક્શન

Written By:
Subscribe to Oneindia News

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની આજે એટલે કે, 7 જુલાઇના રોજ 36મી વર્ષગાંઠ છે. મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના એક એવા કપ્તાન છે, જેના નામે દરેક પ્રકારના રેકોર્ડ બન્યા છે. આજે ધોનીના જન્મદિવસ પર આપણે એમના વિશેની કેટલીક રસપ્રદ અને અજાણી માહિતી મેળવીશું.

7 નંબર સાથે કનેક્શન

7 નંબર સાથે કનેક્શન

  • પોતાની જન્મતારીખના કારણે ધોની માટે 7 અંકનું ઘણું મહત્વ છે.
  • ભારતીય ટીમમાં તેઓ હંમેશા 7મા નંબરે જ રમ્યા છે. જો કે, હાલ વેસ્ટ ઇન્ડિઝ સામની સીરિઝમાં ધોની 5મા નંબરે રમી રહ્યાં છે.
  • 7મા નંબર પર બેટિંગ કરી સૌથી વધુ 139 રન ફટકારવાનો રેકોર્ડ પણ ધોનીના નામે છે.
  • તેમણે જ્યારે પહેલીવાર ટી-20 વર્લ્ડ કપ જીત્યું હતું, એ વર્ષ 2007 હતું.
  • જૂન 2007માં જ ધોનીને એ ગ્રેડ ખેલાડી તરીકે સાઇન કરવામાં આવ્યા હતા.
  • ધોનીની પુત્રીનો લકી નંબર પણ 7 છે.
  • ધોનીની બાઇક અને ઓડી સહિત તમામ ગાડીઓનો નંબર છે 007.

ફુટબોલના ગોલ કીપર

ફુટબોલના ગોલ કીપર

હાલ ટીમ ઇન્ડિયાના શાનદાર વિકેટ કીપર એવા મહેન્દ્ર સિંહ ધોની શાળાના દિવસોમાં પોતાની ફૂટબોલ ટીમના ગોલકીપર હતા. વધુ રસપ્રદ વાત એ છે કે, તેમના ફુટબોલ કોચે જ ધોનીને ક્રિકેટ રમવાની સલાહ આપી હતી. ધોનીએ એ સલાહ માની અને આજે તેઓ સફળતાના શિખરે છે.

ગેમ કોટાથી મળી TCની નોકરી

ગેમ કોટાથી મળી TCની નોકરી

એમ.એસ.ધોની ફિલ્મ જોનારાને ખબર હશે કે, ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવતા પહેલાં ધોનીએ ખડગપુરમાં ટિકિટ કલેક્ટર તરીકે કામ કર્યું છે. એ સમયે ધોની ટીમ ઇન્ડિયામાં આવવા માટે ભરપૂર પ્રયાસો કરી રહ્યાં હતા. એ સમયે પણ આ નોકરી મેળવવામાં ક્રિકેટે જ તેમને મદદ કરી હતી. ધોનીને ગેમ કોટાના આધારે ટીસીની નોકરી મળી હતી.

પરવેઝ મુશર્રફની ફેવરિટ હેર સ્ટાયલ

પરવેઝ મુશર્રફની ફેવરિટ હેર સ્ટાયલ

આજ-કાલ શોર્ટ હેરકટમાં સ્માર્ટ લૂક સાથે જોવા મળતા ધોની જ્યારે શરૂઆતમાં ક્રિકેટ ટીમમાં આવ્યા, ત્યારે તેમના વાળ ઘણા લાંબા હતા. ધોનીએ જ્હોન અબ્રાહમને જોઇને વાળ વધાર્યા હતા. ધોનીની એ હેર સ્ટાયલ યુવતીઓને તો પસંદ હતી જ, પરંતુ સાથે જ પરવેઝ મુશર્રફને પણ ધોનીની એ હેર સ્ટાયલ ખૂબ પસંદ હતી.

સ્પીડ સાથે પ્રેમ

સ્પીડ સાથે પ્રેમ

મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના સૌથી સ્ફુર્તિલા વિકેટ કીપર કહેવાય છે. ધોનીને સ્પીડ સાથે અત્યંત લગાવ છે. આજે ધોનીના રાંચી સ્થિત ઘર આગળ અનેક કાર અને હાઇ-સ્પીડ બાઇક પાર્ક થયેલી જોવા મળે છે.

પહેલી ઓડીઆઇમાં 0 પર આઉટ થયા હતા ધોની

પહેલી ઓડીઆઇમાં 0 પર આઉટ થયા હતા ધોની

ધોનીએ પોતાના રણજી કરિયરની શરૂઆત વર્ષ 1999-2000માં બિહારની ટીમથી કરી હતી, એ સમયે તેઓ માત્ર 18 વર્ષના હતા. પોતાની ડેબ્યૂ મેચમાં તેમણે 68 રન ફટકાર્યા હતા. રણજીમાં પોતાની પહેલી ઓડીઆઇમાં ધોનીએ 128 રન ફટાકાર્યા હતા. આ બધા બાદ ધોની જ્યારે ભારત તરફથી પહેલી ઓડીઆઇ મેચ રમવા ઉતર્યા તો 0 પર આઉટ થઇ ગયા હતા.

સૌથી ઝડપી સદી

સૌથી ઝડપી સદી

ફૈસલાબાદમાં પાકિસ્તાન સામેની મેચમાં ધોનીએ સૌથી ઝડપી સદી ફટકારતાં 148 રન બનાવ્યા હતા. જે કોઇ પણ ભારતીય વિકેટ કીપરની ટેસ્ટમાં સૌથી ઝડપી સદી છે. એક ઇનિંગમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ પણ ધોનીના નામે છે.

લોકપ્રિય હેલિકોપ્ટર શોટ

લોકપ્રિય હેલિકોપ્ટર શોટ

ધોનીએ પોતાના અનોખા હેલિકોપ્ટર શોટ દ્વારા વિશ્વસ્તરે ખ્યાતિ મેળવી છે. ધોનીને આ શોટ તેમના મિત્ર સંતોષ લાલે શીખવાડ્યો હતો.ટીમ ઇન્ડિયામાં આવ્યા બાદ પણ ધોની અને સંતોષની મિત્રતા એવી ને એવી જ હતી. પન્ક્રિયાટાઇટિસ બીમારીને કારણે માત્ર 32 વર્ષની ઉંમરે ધોનીના આ મિત્રનું નિધન થયું હતું. કહેવાય છે કે, સંતોષની સમયસર સારવાર માટે ધોનીએ ખાસ રાંચીથી દિલ્હી સુધી એરએમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરી હતી, પરંતુ સંતોષ બચી શક્યા નહોતા.

English summary
Happy Birthday to Mahendra Singh Dhoni. Read some interesting facts about former captain of Team India on his 36th birthday.
Please Wait while comments are loading...