• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બર્થ ડે સ્પેશ્યલ: ધવનની આ પાંચ બાબતોએ તેને બનાવી દીધો હીરો

|
Google Oneindia Gujarati News

5 ડિસેમ્બર 1985 ના રોજ જન્મેલા શિખર ધવનને ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ ઓપનર તરીકે ગણવામાં આવે છે. લેફ્ટ હેન્ડેડ આ બેટ્સમેન આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, તેણે નવેમ્બર 2004 માં દિલ્હીથી પ્રથમ શ્રેણીમાં પ્રવેશ મેળવતા પહેલા ભારતીય અંડર-17 અને અંડર-19 ટીમો તરફથી રમ્યો હતો. ધવનની ક્રિકેટ સાથે હતી પહેલી મુલાકાત જ્યારે તે 12 વર્ષનો હતો ત્યારે થઇ હતી. બાદમાં તેણે ક્યારેય પાછળ જોયું નહીં અને દિલ્હીની પ્રખ્યાત સોનેટ ક્લબમાં જોડાયો. તેમણે તારક સિંહા હેઠળ ઔપચારિક તાલીમ મેળવી હતી, સિન્હા 12 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને માર્ગદર્શન આપવા માટે જાણીતા છે.

વિકેટ કીપર બનવા માંગતો હતો ધવન

વિકેટ કીપર બનવા માંગતો હતો ધવન

શિખર ધવન તેનો 34 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, ચાલો આપણે એવી 5 બાબતો વિશે જાણીએ, જેના વિશે લોકોને વધારે ખબર નથી. શિખર ધવનનો જન્મ 5 ડિસેમ્બર 1985ના રોજ સુનૈના અને મહેન્દ્ર પાલ ધવનના ઘરમાં થયો હતો. ધવને વિકેટકીપર તરીકે તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યારે આપણે ધવનને કરિશ્માઇ બેટ્સમેન તરીકે ઓળખીએ છીએ, ત્યારે તેની કારકિર્દીની શરૂઆતમાં, તે એક બેટ્સમેનથી અલગ થવું ઇચ્છતો હતો. ધવનના કોચ તારક સિંહાએ એક વખત કહ્યું હતું કે, "ઘણા લોકો જાણતા નથી કે તે જ્યારે પ્રથમ વખત મારા માર્ગદર્શન હેઠળ આવ્યો ત્યારે તે વિકેટકીપર હતો. મને સમજાયું કે તે જ્યારે 12 વર્ષનો હતો ત્યારે તે ખાસ હતો.

ટેસ્ટ ડેબ્યુમાં સૌથી ઝડપી શતક

ટેસ્ટ ડેબ્યુમાં સૌથી ઝડપી શતક

ધવન આ દિવસોમાં ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની બહાર છે, જ્યારે તેણે ડેબ્યૂ કર્યું ત્યારે તેણે રેકોર્ડ બુકમાં પોતાનું નામ બનાવ્યું હતું. 2013માં મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ મેચમાં ધવને 174 બોલમાં 187 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. આ સાથે, તેણે ટેસ્ટમાં ડેબ્યુ પર ઈતિહાસની સૌથી ઝડપી સદી ફક્ત 85 બોલમાં ફટકારી. આટલું જ નહીં, ધવન વિદેશી ટેસ્ટ મેચોમાં સતત બે સદી ફટકારનાર ત્રીજો ભારતીય ઓપનર છે.

વનડે અને ટી 20ના રેકોર્ડ

વનડે અને ટી 20ના રેકોર્ડ

ધવન વનડેમાં 2000 અને 3000 રનના આંકડા પર પહોંચનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન છે. ધવને અત્યાર સુધીમાં 133 વનડે મેચ રમી છે જેમાં તેણે 44.5 ની સરેરાશથી 5518 રન બનાવ્યા છે. આટલું જ નહીં, ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (689) એક વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ ધવનના નામે છે. તેણે 58 ટી 20 માં 27.85 ની સરેરાશ અને 128 ના સ્ટ્રાઇક રેટથી 1504 રન બનાવ્યા છે.

હરભજન સિંહે આયશા સાથે કરાવ્યો પરિચય

હરભજન સિંહે આયશા સાથે કરાવ્યો પરિચય

પત્ની આયશા મુખર્જી સાથે તેમની પહેલી મુલાકાત ફેસબુક પર થઇ હતી, જે હરભજન સિંહે કરાવી હતી. ધવન અને આયેશાને એક પુત્ર જોરાવર તેમજ આયેશાના પાછલા લગ્નમાં બે પુત્રી રિયા અને આલિયા છે. આયેશા ઓસ્ટ્રેલિયામાં રહે છે.

કેવી રીતે પડ્યું ગબ્બર નામ

કેવી રીતે પડ્યું ગબ્બર નામ

બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ 'શોલે' ના ખતરનાક ખલનાયક અમજદ ખાનના ડાયલોગ સંભળાવી ટીમનું મનોબળ વધાર્યું ત્યારે તેમનું ઉપનામ 'ગબ્બર' પડ્યું હતું. હમણાં ધવન ફરી એકવાર તેની ઈજાથી સંઘર્ષ કરી રહ્યો છે. વર્લ્ડ કપમાં તેના અંગુઠાને ઈજા થઈ હતી, આ ઈજા બાદ તેની વાપસી એક સંઘર્ષ હતો પરંતુ તેણે તાજેતરમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી દરમિયાન ઘૂંટણને ઈજા પહોંચાડી હતી, જેના કારણે તે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી -20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. છે. અપેક્ષા કરવામાં આવે છે કે તે ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં વાપસી કરશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Happy Birthday Shikhar Dhawan Five Lesser Known Facts About Him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X